Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનના જન્મદિને એક દિવસમાં ૧.૩૩ લાખ લોકોને કોરોના રસીકરણનો રેકર્ડ

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૦ : સુરેન્દ્રનગર જિલ્લા માં વડાપ્રધાન ના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી સાથે એક જ દિવસ માં ૧.૩૩ લાખ લોકોએ કોરોના ની રસી લીધી.

એક જ દિવસ માં જિલ્લા ના ૩૦૦ ગામો માં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ થયું હતું આ તકે  ૩ ઓકિસજન પ્લાન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રધાન મંત્રી ઉજવલા યોજના અંતર્ગત ૫૧૦ લોકો ને ગેસ ના બાટલા આપવામાં આવ્યા.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર વહેલી સવારથી ખડે પગે રસીકરણ કાર્યક્રમ ની દેખરેખ હેઠળ જોડાયા.

રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી પણ સુરેન્દ્રનગર પહોંચ્યા હતાં.

જિલ્લા કલેકટર એ. કે. ઔરંગાબાદકરના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચંદ્રમણી કુમારની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા રસીકરણ કેન્દ્રો ઉપર પૂરતો ર્નસિંગ સ્ટાફ ગોઠવી અને વડાપ્રધાનના જન્મદિવસે એક જ દિવસે રેકોર્ડબ્રેક ૧.૩૩ લાખ લોકોને કોરોના ની રસી  અપાઇ હતી.

કલેકટરએ  સંબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં તમામ સ્તરે કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં વેકિસનની લાયકાત ધરાવતા આશરે ૧૬.૬૫ લાખ લોકોમાંથી ૯.૬૪ લાખ જેટલા લોકો વેકિસનના પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે ૨.૬૭ લાખ જેટલા લોકોને વેકિસનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં વેકિસનની લાયકાત ધરાવતા અને વેકિસન લેવાની બાકી હોય તેવા લોકોને વેકસીન આપવા માટેનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લાના ૨૫૩ ગામોમાં ૧૦૦્રુ રસીકરણ પૂર્ણ થયું છે. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ થનાર વેકશીનેશન મહાભિયાન થકી જિલ્લાના ૩૦૦ ગામોમાં ૧૦૦્રુ રસીકરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

(11:44 am IST)