Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ધોરાજીમાં ભોળા ગામમાં લેઉઆ પટેલ સમાજની ઇમારત તુટી પડી

નવરાત્રીની બાળાઓ પ્રેકટીસ કરતી હતી ત્યારે દુર્ઘટના રૂ સદનસીબે જાનહાની ટળી રૂ ભારે વરસાદના કારણે બનાવ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૨૨રૂ ધોરાજી તાલુકાના ભોળા ગામમાં લેઉઆ પટેલ સમાજની ઇમારત તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી. સદનસીબે મોટી જાનહાની અટકી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ભોળા ગામે આવેલ લેઉઆ પટેલ સમાજની બિલ્ડીંગ જે ૨ માળની મોટી ઇમરાત મોડી રાત્રે ભોળા ગામની દિકરીઓ નવરાત્રીના ગરબાની પ્રેકટીક કરતા હતા અને રાત્રે ૭૦ કરતા વધુ વ્યકિતએ રાત્રે ગરબીની પ્રેકટીસ ચાલુ હતી.

બાદમાં બે માળના લેઉઆ પટેલ સમાજની છત જોર તૂટી પડતા ૧ કરોડ કરતા વધારે નુકશાની આવેલ છે. ભોળા ગામે આવેલ લેઉઆ પટેલ સમાજ ધડાકા ભેટ તૂટતા રોડ પર ઉભેલી ટ્રેકટરને પણ નુકશાન થયેલ છે. આજુ બાજુના મકાનોમાં પણ મોટી નુકશાની થઇ હતી.

આ બનાવની જાણ થતા ભોળાગામના સરપંચ હરેશભાઇ ટીલાળા સમાજના પ્રમુખ મેઘજીભાઇ ટીલાળા મંડળીના પ્રમુખ કમલેશભાઇ, મંત્રી શૈલેષભાઇ બાબરીયા, ગોપાલભાઇ ટીલાળા, અરવિંદભાઇ ટીલાળા આ બનાવ બાદ સરપંચ દ્વારા ધોરાજીના મામલતદાર અને પોલીસને જાણ કરેલ હતી. ભારે વરસાદના કારણે આ ઇમરાત તૂટી પડી હતી. 

(11:08 am IST)