Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પૂર્વ કચ્છ એલ.સી.બી. ટીમનો સપાટોઃ રૂ.૧૩ લાખ પ૧ હજારની કિંમતનો વિદેશી દારૂ માટી ભરેલી ટ્રક વચ્ચે છુપાયેલો પકડી પાડયોઃ રાજસ્થાની ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરાય

ભચાઉ  : પૂર્વ કચ્છ એલ.સી.બી. ટીમે સપાટો બોલાવ્યો છે. રૂ.૧૩ લાખ પ૧ હજાર અને ૮૦૦ની કિંમતનો વિદેશી દારૂ, માટી ભરેલી ટ્રક વચ્ચે છુપાયેલો પકડી પાડયો છે. આ સાથે રાજસ્થાની ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરાઇ છે.

આ અંગેની વધુ વિગત જોઈએ તો ન્જ આઈજીપી જે.આર મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી  એલસીબીની ટીમ પેટ્રોલિંગમા હતી, તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે સામખિયાળી-મોરબી હાઈવે ઉપર  નવજીવન હોટલ પાસેથી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજસ્થાનની આરજે 07 જીબી 1082  નંબરની ટ્રકમાં ચાઈનાક્લે માટી સાથે દારૂની પેટીઓ છુપાવવામા આવી હતી. પોલીસે પાડેલા દરોડામાં રૂપિયા 13  લાખ 51 હજાર 800ની અલગ અલગ બ્રાન્ડની 3 હજાર 636 બોટલ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે  રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ખીંગાસરના રહેવાસી એવા ટ્રક ચાલક રામેશ્વરલાલ હરચંદરામ બિશનોઈની ધરપકડ  કરી હતી. પોલીસની પુછતાછમાં આરોપીને સામખિયાળી હાઈવે પરની કોઈ હોટલ પર ઉભા રહેવાનું જણાવાયું હતું.  અને ફોન આવ્યા બાદ જે વ્યક્તિ દારૂની ડિલિવરની લેવા આવે તેને મુદ્દામાલ સોંપવાનો હતો. આ દારૂ રાજસ્થાનના  જાલોરામાં રહેતા સુભાષ બિશનોઈ નામના શખ્સે મોકલાવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. મોકલનાર દ્વારા કોણ  જથ્થો લેવા આવશે તે ટ્રક ચાલકને જણાવવાનું હતું, જો કે દારૂ સગેવગે થાય તે પુર્વે જ એલસીબીએ દરોડો પાડીને 13  લાખ 51 હજાર 9800નો શરાબ ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડામાં મોબાઈલ તેમજ રોકડ રકમ મળીને કુલ 28  લાખ 91 હજાર 610નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. 

(11:17 pm IST)