Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

બી.જે.પી. દ્વારા પ્રદેશ પ્રશિક્ષણ ટીમના ઝોન ઇન્ચાર્જ-વ્યવસ્થા ટીમના સભ્યોનિમાયાઃ જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જની જવાબદારી સોંપાય

ભુજઃ બીજેપી દ્વારા પ્રદેશ પ્રશિક્ષણ ટીમના ઝોન ઇન્ચાર્જ, વ્યવસ્થા ટીમના સભ્યો નિમવામાં આવ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાને સોરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જની જવાબદારી સોંપાય છે.

ભાજપની પ્રાદેશિક પ્રશિક્ષણ ટીમના ઝોન ઈન્ચાર્જમાં  કચ્છના પંકજ મહેતાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી  ભુજઃ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રશિક્ષણ ટીમના ઝોન ઈન્ચાર્જ અને વ્યવસ્થા ટીમના સભ્યોની    નિમણૂંક કરાઈ છે. જેમાં કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની સૌરાષ્ટ્ર    ઝોનના ઈન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે.    ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રશિક્ષણ ટીમમાં 4 પ્રદેશ ઈન્ચાર્જ સહિત સહ ઈન્ચાર્જની વરણી કરવામા આવી છે.    જેમાં ભાર્ગવભાઈ ભટ્ટ, કે.સી. પટેલ, રાજેશભાઈ પટેલ, પ્રદિપભાઈ ખીમાણીની વરણી કરવામાં આવી છે. તો 6 પ્રદેશ    અગ્રણી ઉપરાંત પ્રશિક્ષણ ટીમના 8 ઈન્ચાર્જની વરણી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકે કચ્છ ભાજપના    પૂર્વ પ્રમુખ અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને તેમની સાથે મહેન્દ્રભાઈ પનોતની નિમણૂંક કરવામાં    આવી છે. આ ઉપરાંત વ્યવસ્થા ટીમના 7 સભ્યોની નિમણુંક પ્રદેશ ભાજપ દ્વારા કરાઈ છે. 

(11:12 pm IST)