Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જામનગર એલસીબીના પીએસઆઇ ગોહિલ સસ્પેન્ડ : : રેન્જ આઇજી સંદીપ સિંહની કડક કાર્યવાહી

હત્યાના આરોપીને લોકઅપ ને બદલે ઓફિસમાં સુવાની સુવિધાનો વિડિઓ વાયરલ થતા કાર્યવાહી : અન્ય કર્મીઓ સામે પણ ખાતાકીય તપાસ

 જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીએસઆઇ ગોહિલને સસ્પેન્ડ કરાયા છે . રેન્જ આઇજી સંદીપ સિંહએ કડક કાર્યવાહી કરતા પીએસઆઇ ગોહિલને સસ્પેન્ડ કર્યા છે હત્યાના આરોપીઓ ને  સુખ સુવિધા આપી હોવાનું અને  લોકઅપ ની જગ્યાએ ઑફિસમાં સુવા ની સુવિધા કરી આપી હતી સમગ્ર મામલાનો વિડીયો  વાયરલ થયો હતો

ક્રાઈમ બ્રાન્ચ ના સંડોવાયેલા અન્ય કર્મીઓ તેમજ અધિકારીઓ વિરુદ્ધ પણ  ખાતાકીય તપાસના આદેશ કરાયા છે  હત્યાના આરોપી ઓમદેવ સિંહ અને નરેન્દ્ર સિંહ નો વિડીયો વાયરલથયો હતો 

(10:12 pm IST)