Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અકસ્માતમાં ઘાયલ મહિલાની સરકારી હોસ્પિટલમાં સર્જરી

મહિલાને ખાનગી હૉસ્પિટલે સારવારની ના પાડી દીધી : હાથમાં સર્જીકલ પ્લેટ નાંખવાની હોઈ સત્તાવાળાઓએ યોગ્ય સંકલન કરીને અમદાવાદથી પ્લેટ મગાવી લીધી

જામનગર,તા.૨૨ : જામનગરની જીજી હૉસ્પિટલમાં ખાનગી હૉસ્પિટલમાંથી વગર સારવારે આવેલા અમીનાબેનનું કોરોનાના કપરા કાળમાં સીએમ હેલ્પ ડેસ્કના પ્રયાસથી હાથનું ઓપરેશન થયું છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં હૉસ્પિટલોમાં દર્દીઓની હાલત કફોડી બની છે. લોકો ખાનગી હૉસ્પિટલમાં પણ સારી સારવાર માટે ધક્કા ખાઈને નિરાશ થઈ રહ્યા છે. જામનગરમાં ગુજરાતની બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ આવેલી છે. અહીં જુદાં જુદાં ૨૨ ડિપાર્ટમેન્ટમાં સારવાર કરવામાં આવે છે. જ્યાં કોરોનાની વિકટ પરિસ્થિતિઓમાં વચ્ચે પણ નોન-કોવિડ દર્દીઓની સારવાર પણ અવિરત થઈ રહી છે. જીજી હોસ્પિટલમાં અમીનાબેન સમા નામના દર્દીને અકસ્માત દરમિયાન થયેલી ઇજાઓમાં સી.એમ. હેલ્પ ડેસ્કની મદદથી ખાસ સર્જરી પ્લેટ મળતા ઓપરેશન કરવામાં આવ્યું છે.

જી.જી. હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. વિજય સાતાના જણાવ્યા અનુસાર જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી હાલ સુધીમાં કોરોનાના કપરા કાળમાં પણ ,૫૭૮ મેજર સર્જરીઓ અને ૧૨,૫૧૪ માઇનોર સર્જરીઓ મળી કુલ ૧૬,૦૯૨ નોન-કોવિડ ઓર્થોપેડિક સર્જરીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા અમીનાબેન હનીફભાઈ સમા નામના મહિલાને કોરોના કાળમાં અકસ્માત થયો હતો. ગાડી સ્લીપ થતા અમીનાબેનના જમણા હાથનું હાડકું ભાંગી પડ્યું હતું. તેઓ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યાં ડોક્ટરે તેને જોઈને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ના પાડી દેતા અમીનાબેન સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં ઓર્થોપેડિક વિભાગના તબીબોએ તપાસતા હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને હાથનું હાડકું ભાંગી ગયું હતું. તેમને તાત્કાલિક ઓપરેશનની રૂ હતી. જોકે, ઓપરેશન માટે ખાસ પ્લેટ નાખવાની રૂ હતી. જે પ્લેટ જામનગરમાં હતી. જેથી ચિંતિત પરિવારે વાત સી.એમ. હેલ્પ ડેસ્ક સુધી પહોંચાડી હતી. અંગેની વિગતો સામે આવતા સમગ્ર વાતને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધ્યાને મૂકી ઝ્રસ્ની સૂચનાથી તાત્કાલિક ધોરણે અમદાવાદથી ખાસ સર્જીકલ પ્લેટ જામનગર મોકલવામાં આવી હતી.

(7:51 pm IST)
  • ૨૭૦ વ્હેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયાના કિનારા પર ફસાયેલ મળી, રપની બચવાની સંભાવના નથીઃ તસ્વીરો સામે આવી : સમુદ્રી જીવવિજ્ઞાનીઓ આ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓછામાં ઓછી રપ વ્હેલ પહેલાજ મરી ચૂકી છે આ બધી પાયલટ વ્હેલ છે. access_time 11:47 am IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST

  • ચાઈના : બેઇજિંગના બે જિલ્લામાં ઢગલાબંધ પ્રચંડ વિસ્ફોટ : ૧૦૦ ફાયર ફાઈટર સ્થળ ઉપર : ચીનની રાજધાની બેઇજિંગના બે જિલ્લામાં સંખ્યાબંધ વિસ્ફોટો થયાના અહેવાલ મળે છે. એનટીડી ના અહેવાલ મુજબ વિસ્ફોટના સ્થળ ઉપર ૧૦૦ થી વધુ ફાયર ફાઇટર જોવા મળ્યાના અહેવાલ આવે છે. access_time 12:10 am IST