Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

'જાડા'ના લીધે જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતો અઢી કી.મી.ના બિસ્માર રસ્તાનો પ્રશ્ન ૧ વર્ષથી ટલ્લે ચડ્યો

જામનગર,તા. ૨૨: જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતો આશીવાદવાળો રસ્તો નાઘેડી ગામ માટે એક મુખ્ય માગે છે. આ રસ્તાની લંબાઇ અંદાજ ૨.૫ કી.મી. છે. આ મુખ્ય માર્ગ અત્યારે ખુબ જ ખરાબ રીતે જર્જરીત થઇ ગયેલ છે અને ત્યાં અવરજવર શકય નથી. આ રસ્તા પર ૪ સ્કૂલો આવેલ છે અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયાના ભારે વાહનો તથા સ્કૂલ વાહનો અને ગ્રામીણ લોકોની અવરજવરને કારણે આ રસ્તા પર બહુ ટ્રાકીક થવાને કારણે અકસ્માત સર્જવાનો ભય રહે છે અને સમયનો વિલંબ થાય છે જેનાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય આ રોડ બનાવાની એક વર્ષથી વધુ સમયથી સ્થાનિક ઉધોગકારો, ગ્રામજનો અને ધારાસભ્ય  રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ માંગણી પેન્ડિંગ હોય તાત્કાલિક રોડ બનાવી આપવા અનેક વખત નાઘેડી લાખાબાવળ કેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જાડાને રજુઆત કરવામાં આવેલ છે.

જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતો આ ૪ મીટરનો મુખ્ય માર્ગ જિલ્લા પંચાયતની અન્ડરમાં આવે છે અને નાઘેડીગામ 'જાડા'માં આવે છે. જેથી આ રસ્તો જીલ્લા પંચાયતના તાબા હેઠળ આવતો હતો તેથી  એન.ઓ.સી. જીલ્લા પંચાયત દ્વારા 'જાડા' ને સમપિંત કરવામાં આવેલ છે અને 'જાડા' જ આ રસ્તાને મંજુર કરીને કામગીરી આગળ વધારે તેવું જીલ્લા પંચાયત દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ તેમ છતા જાડાના વર્ચસ્વને કારણે આ કામ મંજૂર કરવામાં આવેલ નથી.

જામનગર વિસ્તાર વિકાસ સત્ત્।ા મંડળના તાબા હેઠળ ટોટલ ૩૫ ગામોનો સમાવેશ થાય છે જેમાં નાઘેડી ગામ માંથી સૌથી વધારે આવક પ્રાપ્ત થાય છે. આ મુખ્ય માર્ગ ૯ મીટરનો બનાવવા માટે 'જાડા' દ્વારા ઠરાવ પસાર કરીને આ રસ્તો બનાવવા માટે ૩.૭૫ કરોવ૫નું કંડ પણ 'જાડા' દ્વારા રાખી મુકવામાં આવેલ છે અને ૨૦% લોકફાળા તરીકે અંદાજે ૬૦ લાખ ની રકમ ગ્રામજનો અને ઇન્ડસ્ટ્રીઅલ એરીયાના કેકટરી ઓનર્સ આપવા માટે પણ તૈયાર હોવા છતાં હજુ સુધી આ રો૫ મંજૂર કરવામાં વિલંબ કરાય છે.

આ રસ્તો બનાવવાની માંગણી ૧ વર્ષથી વધુ સમયથી નાદ્યેડી લાખાબાવળ કેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નીતિનભાઈ કેશવાલા, નાઘેડી ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ બાંભવા અને લોકપ્રતિંનિધિશ્રી દ્વારા ૩-૩ વાર રૂબરૂ  મુલાકાત અને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી રહી. આ ઉપરાંત આ મુખ્ય માર્ગ પાસ કરાવવા માટે આ વિસ્તારના રાજકીય આગેવાન લખમણભાઇ ખુંટી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવેલ તેમ છતાં પણ કોઈ સફળતા મળેલ નથી.

(12:51 pm IST)
  • દેશમાં કોરોના રસી ઉત્પાદન માટે ૩થી ૫ હજાર કરોડોનું રોકાણ જોઇશેઃ ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ : મજબૂત વિતરણ સિસ્ટમ જોઇશેઃ રસી જ કોરોનાનો એકમાત્ર ઉકેલ નથી access_time 4:01 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત પાંચમા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,376 પોઝીટીવ કેસ સામે 87,081 દર્દીઓ સ્વસ્થ થયા : કોરોનાના કુલ કેસનો આંક 56,40,496 થયો: એક્ટીવ કેસ,ઘટીને 9,67,848 થયા : કુલ 45,81,820 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1056 લોકોના મોત સાથે મૃત્યુઆંક 90,081 થયો access_time 12:55 am IST

  • સારા સમાચાર : ભારતમાં પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં ઓક્સફર્ડ ની કોવીડ -19 રસીના ત્રીજા ચરણનું માનવ તબીબી પરીક્ષણ શરૂ કરાયું. access_time 11:20 pm IST