Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ખંભાળીયામાં જુના મન દુઃખના ખારે ઘરમાં ઘૂસી બઘડાટી બોલાવી

જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા સહીત ૧૦ સામે ગુનો દાખલ

રાજકોટ, તા.૨૨: ખંભાળિયામાં જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા, તેના ભાઈ સહિતના દશ શખસોએ લાકડી, પાઈપ, કુહાડી જેવા હથીયારો સાથે ઘરમાં ઘૂસી જઈ બઘડાટી બોલાવતાં હુમલામાં બે યુવાન ઘવાતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. હુમલો કરનાર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા સહિતનાએ જત્તા જતાં ફળીયામાં રાખેલી મોટર સાઈકલોમાં પણ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરીયાદ નોંધાવાઈ છે.

પોલીસ સુત્રોની માહિતી મુજબ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય અને વિપક્ષી નેતા મયુર રામભાઈ ગઢવી, તેમનો ભાઈ કારૂ રામભાઈ ઞઢવી સહિતના દશ શખસોએ અગાઉના મનદુઃખખનો ખાર રાખી યુવાનના ઘરમાં ઘુસી હુમલો કરતાં વૂવાન અને તેના ભત્રીજાને ઈજા થવા પામી હતી. બનાવ અગે સલાયા ફાટક પાસે રહેતાં પ્રવિણ કારૂભાઈ થમા (઼ઉ.વ.૩૪)નામના ગઢવી યુવાનની ફરીયાદ પરથી પોલીસે મયુર રામભાઈ ગઢવી (જિલ્લા પંચાયત સદસ્ય) તેમનો ભાઈ કારૂ રામભાઈ ગઢવી, નિલેખ ગઢવી, ધવલ વાલાભાઈ ગઢવી, કિશન વાલાભાઈ ગઢવી, મનોજ નાગશી ગઢવી, હર્ષદ માંડણભાઈ ગઢવી, સાજા શાખરા, ઉદય ખીમાણદભાઈ ગઢવી તયા લખુ ધનાભાન રહે. બધા હરસિધ્ધિનગર વાળાઓ વિરૂધ્ધ ખંભાળિયા પોલીસે આઈપીસી ૩૨૩,૫૦૪, ૫૦૬(૨), ૪૫૨, ૪૨૭, ૧૪૩, ૧૪૭ સહિતની કલમ હેઠળ ગૂનો નોંધી ધરપકડ કરવાની તજવિજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફરીયાદી પ્રવિલ કારૂભાઈના ભત્રીજા અને આરોપીઓના છોકરાવને અગાઉ બોલાચાલી થયેલ હોય તેનું મનદુઃખ રાખી ગઈકાલે ફરીયાદી પ્રવિણ થમા બપોરના સમયે પોતાના ઘરે હતો ત્યારે  મયુર ગઢવી, તેનો ભાઈ કારૂ ગઢવી સહિતના દશ શખ્સો ઘરમાં ઘુસી જઈ લોખંડના પાઈપ સહિતના હથીયારો વડે હુમલો કરતાં ફરીયાદી તથા તેમનો ભત્રીજો નવધણ ગઢવી ઘવાયા હતાં તેમજ ફળીયામાં રાખેલી મોટરસાઈકલમાં તોડફોડ કરી હતી.

જયારે હરસિધ્ધીનગરમાં રહેતાં ધવલ વાલાભાઈ ભાન (ઉ.વ.૨૭)નામના ગઢવી થુવાને વળતી ફરીયાદમાં વિરમ ઉર્ફ ભોલો કારૂભાઈ ગઢવી, પ્રવિણ કારૂભાઈ ગઢવી, જયદીપ વિરમભાઈ ગઢવી, નવધણ વિરમભાઈ ગઢવી, મેધા કરશન આસાણી, મેધા કરશનનો ભાઈ તમામે એક સંપ કરી લાકડીઓ વડે હુમલો કરતા ફરીયાદી ધવલ તયા તેમનો ભાઈ કિશન સહિતનાઓ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ઉપરોકત તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ખંભાળિયા પોલીસે બંન્ને પક્ષની ફરીયાદ નોંધી અગળની કાર્યવાહી ખંભાળિયા પીઆઈ જી.આર.ગઢવી ચલાવી રહ્યા છે. બનાવના પગલે દ્વારકા જિલ્લાના રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે.

(12:50 pm IST)