Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પોરબંદરના વિસાવાડા પાસે ર પોલીસ ઉપર હુમલો

રેતી ભરેલા ડમ્પરના કાગળો માંગતા ડ્રાઇવર સહિત ૩ શખ્સે ઉશ્કેરાઇને માર મારીને ધમકી આપી નાસી ગયાઃ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સિવિલમાં ખસેડાયાં

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રર : મીયાણી કોસ્ટલ હાઇવે ઉપર રેતી ભરેલા ડમ્પરને રોકીને કાગળો માંગતા ડમ્પરના ડ્રાઇવર સહિત ૩ શખ્સોએ મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પિયુષભાઇ રણમલભાઇ સીસોદીયા તથા બીજા પોલીસ કર્મી અશ્વિનભાઇ વેજાભાઇ ઉપર હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મીયાણી કોસ્ટલ હાઇવે ઉપર વિસાવાડા પાસે રેતી ભરેલ ડમ્પરને પોલીસે રોકાવીને ડ્રાઇવર પાસે કાગળો માંગતા ડમ્પરના ડ્રાઇવર અરજણભાઇ મોરી તથા તેની સાથે અમરા નામનો શખ્સ તથા રાતડીના ભુરા દાના ઉશ્કેરાઇ જઇને મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પિયુષભાઇ રણમલભાઇ સીસોદીયા તથા બીજા પોલીસ કર્મી અશ્વીનભાઇ વેજાભાઇ ઉપર હુમલો કરીને મારી નાખવાની ધમકી આપીને નાસી રહયા હતાં.

ઘવાયેલ ર પોલીસ કર્મચારીઓને પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. રેતી ભરેલ ડમ્પર બંન્ને પોલીસે અટકાવેલ  તે દરમિયાન ડમ્પર ચાલક સહિત ૩ શખ્સો સાથે કુછડીના પરબત કોડીયાતર મીયાણીના રામા નાથા મોરી આવેલ અને ડમ્પર પોલીસ સ્ટેશને નહી લઇ જવા ઝપાઝપી કરી હતી. પોલીસ ઉપર હુમલાની જાણ થતા મીયાણી પોલીસ સ્થળ ઉપર આવી ગયેલ અને ડમ્પર ડીટેઇન કરીને હુમલો કરનારા સામે ગુન્હો નોંધ્યો છે.

(12:45 pm IST)