Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સુરેન્દ્રનગરના સોનગઢ ગામે વિજળી પડતા મહિલાનું મોત

વઢવાણ,તા. ૨૨: સોનગઢ ગામે ઇન્દુબેન શાન્તુભાઇ વડા કાઠી ઉવ.૪૫ ધંધો ધરકામ પોતાના ફળીયામાં ભેસ બાંધેલ હોય જે ભેસને ધાંસ નાખવા જતા વરસાદી માહોલ હોય જેથી અચાનક વીજળી પડતા બેભાન થઇ જતા સારવારમાં લાવતા મૃત્યુ પામતા આ બનાવની તપાસ પો.સબ ઇન્સ.  એન.પી.ચાવડા થાનગઢ કરે છે.

ધ્રાંગધ્રા પાસે અકસ્માતમાં મોત

ફરીયાદી ભાઇલાલભાઇ ઘનશ્યામભાઇ સંતોકી પટેલની જણાવ્યા મુજબ કલ્પના ચોકડી ધ્રાંગધ્રા પાસે આરોપી ટ્રક રજી. નં.આર.જે.૧૯-જી.એફ.-૫૦૪૯ આરોપી ચાલકે ફરીયાદીના દિકરાના મોટરસાયકલ હીરો હોન્ડા પ્રો. જીજે-૨૭-એચ-૫૫૪૭ સાથે આગળ થી ભટકાડી રોડ પર ઘસડતા શરીરે માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી ટ્રક મુકી ને ભાગી જઇ ગુન્હો કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. એમ.એમ.ઠાકોર ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. નાઓ કરે છે.

ધ્રાંગધ્રામાં એકિટવા સ્લીપ થતા મોત

ફરીયાદી કીશનભાઇ રમેશભાઇ પરમાર ખવાસ રાજપુત ઉવ.૨૩ ધંધો પ્લમ્બર રહે.ધોળીધાર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, મારૂતી શો રૂમ થી આગળ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ ઉપર એકટીવા નં.જીજે-૧૩-એસ- ૮૬૯૦ ભાવેશભાઇ જયસુખભાઇ ફુલવડી વાળા ના આરોપી ચાલકે ફરીયાદીના ભાઇને પાછળ બેસાડી પૂરઝડપે ચલાવતા રોડ પર અચાનક ભેંસ આડી ઉતરતા એકટીવા સ્લીપ ખાઇ જતા રોડ પર પોતે તથા ફરીયાદીના ભાઇ બંને પડી જતા ઇજા કરી તથા ફરીયાદીના ભાઇ ને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી ગુન્હો કર્યા બાબત. તપાસ પો.સબ ઇન્સ. કે.જે.ચૌહાણ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. નાઓ કરે છે.

(11:50 am IST)
  • તાઇવાન માટે ચીન ખતરા સમાન : બની ગયાનું તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેને કહ્યું છે. છેલ્લા ૨ દિવસથી ચીન તરફથી સતત ફાઇટર પ્લેનો તાઇવાનની સીમામાં ઉડાવાય છે અને ચીન સંપૂર્ણ નફફટાઇથી કહે છે તાઇવાન અમે ગમે ત્યારે હડપ કરી જશું તેમણે કહ્યું કે તાઇવાન જલસીમામાં ધુસી આવવાનું કૃત્ય જ દર્શાવે છે કે ચીન આ સમગ્ર વિસ્તાર માટે ખતરા સમાન છે. અમેરીકાના ટોચના અધિકારી કીથ કૈચની તાઇવાન મુલાકાત સમયે ચીનના લશ્કરી વિમાનો તાઇવાન ઉપર ઉડયા હતા access_time 3:05 pm IST

  • ૨૭૦ વ્હેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયાના કિનારા પર ફસાયેલ મળી, રપની બચવાની સંભાવના નથીઃ તસ્વીરો સામે આવી : સમુદ્રી જીવવિજ્ઞાનીઓ આ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓછામાં ઓછી રપ વ્હેલ પહેલાજ મરી ચૂકી છે આ બધી પાયલટ વ્હેલ છે. access_time 11:47 am IST

  • એન.સી.પી.ચીફ શરદ પવાર 1 દિવસના ઉપવાસ ઉપર : સ્પીકરે સભ્યોને વિરોધ કરવાની તક આપવી જોઈએ : કૃષિ બિલ પાસ કરતા પહેલા ઓછામાં ઓછી બે થી ત્રણ દિવસની ચર્ચા થવી જરૂરી હતી : બરતરફ કરાયેલા 8 સાંસદોના સમર્થનમાં રાજ્યસભામાંથી વોક આઉટ access_time 1:18 pm IST