Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ધોરાજીમાં તેલી હોસ્પિટલમાં ૨૨ બેડની અદ્યતન સુવિધા સાથે કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાવતા ડે.કલેકટર ગૌતમ મિયાણી

સુરતના ડો. સમીર ગામીનું માર્ગદર્શન મળશે : ઉદ્યોગપતિ તુફેલ શેઠ નુરાનીની ઉપસ્થિતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૨: ધોરાજીમાં કોરોનાના એક હજાર પોઝિટિવ કેસ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ધોરાજીમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આવા સમયે મૂળ ધોરાજીના વતની અને હાલમાં સુરતના ઉદ્યોગપતિ તરીકે ભામાશા તુફેલ શેઠ નૂરાનીએ પોતાના વતન પ્રેમ દર્શાવી અને ધોરાજીના જુનાગઢ રોડ નૂરાની પ્લોટ ખાતે અદ્યતન સુવિધા ધરાવતી ત્રણ માળની તેલી હોસ્પિટલમાં ધોરાજીના તમામ વર્ગના દર્દીઓને સારી સારવાર અને સુવિધા મળે તે હેતુથી તુફેલશેઠ નૂરાની ભામાશા બન્યા અને ધોરાજીમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે પરામર્શ કર્યા બાદ ધોરાજીની ચિંતા કરી કોરોનાની સારવાર મળી રહે તે હેતુથી રાજય સરકારની મંજૂરીથી ૨૨ બેડ ધરાવતી અદ્યતન આધુનિક સુવિધા સાથે કોવિડ સેન્ટરને ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા સુરતના ઉદ્યોગપતિ અને ધોરાજીના ભામાશા એવા તેલી હોસ્પિટલ ના ચેરમેન તુફેલશેઠ નુરાની ના વરદ હસ્તે કોવિડ સેન્ટરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઉદ્ઘાટન સમારોહમાં તુફેલભાઈ નૂરાની ઉદ્યોગપતિ (સુરત), જુનેદભાઈ લાટીવાલા યકીન ભાઈ ભેસાણીયા ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા બ્લોક હેલ્થ ઓફિસર ડો.વાછાણી તેલી હોસ્પિટલના હેડ ડો.ઘેટિયા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેરના મંત્રી ભરતભાઈ બગડા ઈમરાનભાઈ સાબુવાલા આઝમભાઈ ફારૂકશેઠ તુમ્બી,  અનુ બાપુ ,યુસુફભાઈ નવીવાલા ધોરાજી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ ડી એલ ભાષા, નગરપાલિકાના ઉપાધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા, ઇબ્રાહીમભાઇ કુરેશી, મજીદમીયા સૈયદ, કાસમભાઈ કુરેશી, હુસેનભાઇ કુરેૅશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)
  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST

  • સુશાંત-રિયા ડ્રગ્સની સપ્લાયનું કનેકશન પાકિસ્તાન સુધી નીકળ્યું છે : NCB : ડ્રગ્સના દૂષણમાં બોલીવુડની ભૂતકાળ અને વર્તમાનની અનેક ખ્યાતનામ હસ્તીઓનાં નામની સંડોવણીની પણ શકયતા access_time 3:53 pm IST

  • મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણુંક આપવા ભાજપ લીડર પ્રભાકર શિંદેની માંગણી : કોર્પોરેટરની સંખ્યા બાબતે શિવસેના પછી ભાજપ બીજા ક્રમની પાર્ટી : કોંગ્રેસ ત્રીજા ક્રમે હોવા છતાં તેના કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા ન બની શકે : હાઇકોર્ટમાં ભાજપ લીડરે કરેલી પિટિશન નામંજૂર : કોંગ્રેસના કોર્પોરેટર રવિ રાજા વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે access_time 1:47 pm IST