Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ટંકારામાં આપ કાર્યાલય

મોરબી : દિલ્હી બાદ ગુજરાતમાં પ્રજાહિતની રાજનીતિ માટે સક્રિય થયેલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક મુખ્ય મથકો પર કાર્યાલયો ખોલી પ્રજાના કામો અને લડતો શરૂ કરી છે જેમાં તાજેતરમાં મોરબી જીલ્લાના ટંકારા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલય પનારા ચેમ્બર, લતીપર ચોકડી, ટંકારા ખાતે શરૂ કરાયું છે.આ પ્રસંગે આમ આદમી પાર્ટી દિલ્હીથી પધારેલ ઓબ્ઝર્વ રામ, મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ, જિલ્લા મહામંત્રી મહાદેવભાઈ સરડવા, જિલ્લા કિશાન સેલ પ્રમુખ પ્રવીણભાઈ ફેફર, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા તેમજ ટંકારાના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ..તેમજ ચલો ગાવ કી ઔર કાર્યક્રમ અનુસંધાને ટંકારા, નેકનામ, ભૂટકોટડા ગામનોની મુલાકાત આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા લેવામાં આવી હતી તેમ મીડિયા કો ઓર્ડીનેટર પરેશ પારીઆની યાદીમાં જણાવ્યું છે. તસ્વીર આપ કાર્યકરો આગેવાનોની છે.

(11:39 am IST)