Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વીરપુર સહિત જેતપુર તાલુકામાં પોષણ માસની ઉજવણી

વિરપુર : રાજકોટ જિલ્લાના વિરપુર સેજામાં તથા વીરપુર સહિત સમગ્ર જેતપુર તાલુકામાં આઈ.સી.ડી.એસ દ્યટક દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ન્યુટ્રીશનને લગતા પોષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમકે વાનગી સ્પર્ધા તેમજ આ.વા. કેન્દ્રોની કિશોરિઓ દ્વારા પોષણ અંગેના સંદેશા રજૂ કરતા તોરણો બનાવેલ હતા તથા આંગણવાડીમાં જ ઊગી શકે તેવા શાકભાજીના રોપ વિતરણ પણ કરવામાં આવ્યા હતા અને તાલુકાની ૨૦ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રિગાર્ડન બનાવવામાં આવ્યા હતા જેમાં દ્યટકના બાળ વિકાસ યોજનાના અધિકારી શોભનાબેન લાડાણી એન.એન.એમ બ્લોક કોર્ડિંનેટર શ્રદ્ઘાબેન બી.ચૌહાણ તેમજ દ્યટકના તમામ સુપરવાઈઝર દ્વારા જિલ્લા કક્ષાના અધિકારી વત્સલાબેન દવે તેમજ વિપુલભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.પોષણ માસની ઉજવણી કરવામાં આવી તે તસ્વીર.

(11:37 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST

  • ૨૭૦ વ્હેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયાના કિનારા પર ફસાયેલ મળી, રપની બચવાની સંભાવના નથીઃ તસ્વીરો સામે આવી : સમુદ્રી જીવવિજ્ઞાનીઓ આ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓછામાં ઓછી રપ વ્હેલ પહેલાજ મરી ચૂકી છે આ બધી પાયલટ વ્હેલ છે. access_time 11:47 am IST

  • સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:-હિંમતનગરમાં ચાર,ઇડરમાં બે,વડાલી અને તલોદમાં એક -એક કોરોના પોઝિટિવ કેસ :-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૩ પોઝિટિવ કેસ નોંધાયા access_time 7:23 pm IST