Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને કોરોના

ભુજ,તા.૨૨: કચ્છમા ભાજપના વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢા કોરોનાથી સંક્રમિત થયા છે. સામાન્ય તાવના લક્ષણો બાદ રેપીડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 'અકિલા' સાથે વાત કરતા લક્ષમણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, તેઓ સ્વસ્થ છે અને પોતાને ઘેર હોમ આઇસોલેટ થયા છે. આથી અગાઉ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, હવે તેઓ એકદમ સ્વસ્થ છે.

(11:37 am IST)