Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ભાવનગરમાં કોરોનાના ૩૮ કેસો : બે ના મોત

ભાવનગર,તા.૨૨: જિલ્લામાવધુ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૮૨૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના ખારી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, મહુવા તાલુકાના લીલવણ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૫ એમ કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા ૨ કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૮૨૪ કેસ પૈકી હાલ ૩૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૩૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૨ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:28 am IST)
  • બનાસકાંઠાની ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસનું લોકડાઉન: તા,22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લોકડાઉન જાહેર access_time 7:22 pm IST

  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST