Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

અલંગમાં દોઢ કરોડનું ઓઇલનો જથ્થો સિલ

તળાજા ડે.કલેકટરની ટીમ ત્રાટકીઃ ગેરકાયદેસર વેપલોઃ વધુ એક પ્લોટ સીઝ

ભાવનગર, તા.૨૨: તળાજા ડે. કલેકટરને અંલગ નજીક ગેરકાયદેસર રીતે ઓઇલનો વેપાર કરતા ઈસમો, જગ્યાની મળેલી માહિતીના આધારે તેઓએ મામલતદાર કચેરી ના સ્ટાફ સાથે સંકલન કરી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક આવેલી વિવાદિત જગ્યામાં રેડ કરી હતી. રેડ દરમિયાન હાલ અધ્ધ કહી શકાય તેટલો ત્રણ પ્રકારના ઓઇલ અને વિવિધ સામગ્રી મળી દોઢેક કરોડ રૂપિયાનો જથો સિઝ કર્યો છે. વધુ એક જગ્યાપર રેડ કરી હતી. જોકે તેના માલીક હોમ કવોરોન્ટાઇન હોય તેના પ્લોટ પર નોટિસ લગાવી દેવામાં આવી છે. એ પ્લોટની અંદરપણ અંદાજે અડધા કરોડનો જથ્થો હોઈ શકે છે.

અલંગ અને નજીક ના વિસ્તારમાં વર્ષોથી શિપમાંથી નીકળતા વિવિધ પ્રકાર નાઓઇલ, કેમિકલનો કાળો કારોબાર અમુક લોકો કરી રહ્યા છે.તળાજા પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણા એ જણાવ્યું હતુંકે પોતાને મળેલી વિગતો ને લઈ મામલતદાર કચેરીના સ્ટાફ ને માર્ગદર્શન આપી રેડ નું આયોજન ગોઠવેલ. અલંગ નજીક આવેલ પહાડી વિસ્તારમાં ચાલતા પાંચ પ્લોટ માં રેડ કરી હતી.રેડ દરમિયાન વ્યવસાય ની મંજૂરી,જે સ્ટોક મળી આવેલ તેના પૂરતાબિલ, સ્ટોક પત્રક સાથે મળેલ જથો તેની સાથે બિલ ની વિસંગતતા, જે જથ્થો મળ્યો તે બિન અધિકૃત જણાતા સિઝ કરવામાં આવ્યો હતો.

જેમાં ગણેશ પ્લોટ માંથી ૧૮,૪૫,૧૦૦/-, શિવકુંજ માંથી ૩૪,૯૦,૪૧૪/, શિવ ટ્રેડિંગ માંથી ૨૩,૮૬,૫૨૦/- અને કુશ માંથી ૭૦,૧૬,૨૦૦/-ની કિંમત મળી કુલ ૧,૪૭,૩૮,૨૩૪/- ની કિંમત નો જથ્થો, વિવિધ વસ્તુઓ સિઝ કરવામાં આવેલ.એ ઉપરાંત ઝેડ.કે એન્ટર પ્રાઈઝ નામના પ્લોટના સંચાલક હાલ હોમ કવોરોન્ટાઇન હોય તેના પ્લોટ પર નોટિસ ચીપકાડી દેવામાં આવેલ છે. પ્લોટ ખોલ્યા પહેલા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. આ પ્લોટ માં અંદાજીત પચાસેક લાખનો જથ્થો હોવાનો તંત્રને અંદાઝ છે.

નાયબ મામલતદાર કિરણ ગોહિલ એ જણાવ્યું હતુંકે અલગ અલગ ત્રણ પ્રકારના ઓઇલ છે. જેમાં લુબ્રીકેન્ટ, મરીન ગેસ અને ફયુઅલ ઓઇલ નો સમાવેશ થાય છે. લુબ્રીકેન્ટ ઓઇલનું સ્પેશિફિકેશન પણ રજૂ કરી શકયા ન હતા. હાલ કલેકટરને રિપોર્ટ કરેલ છે. ત્યાંથી ઓઇલ ને એફ.એસ.એલ માં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.

ડે. કલેકટર એ જણાવ્યું હતું કે મોટો જથ્થો હોઈ સમગ્ર રિપોર્ટ કલેકટરને મોકલી આપવામાં આવ્યો છે.જથ્થો વધુ હોવાના કારણે તેનો કેસ ખુદ કલેકટર ચલાવશે. તેની સામે શુ કેવા કયાં પગલાં લેવા તે કલેકટર નક્કી કરશે.

(10:24 am IST)
  • શાળાઓમાં શિક્ષકોની દસ લાખ જગ્યાઓ ખાલી પડી છે : દેશની શાળાઓમાં શિક્ષકોની 10 લાખથી વધુ જગ્યા ખાલી હોવાનું કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી નિશંકે લોકસભામાં જણાવ્યું હતું. access_time 12:03 am IST

  • વિપક્ષી નેતાઓ ઉપર આવકવેરાની ધોંસ : ચૂંટણી એફીડેવીડના સંદર્ભે સંખ્યાબંધ વિરોધપક્ષના નેતાઓને આવકવેરા ખાતાએ નોટીસો આપ્યાનું જાણવા મળે છે સત્તાવાર વિગતો હવે જાહેર થશે.. (ન્યુઝફર્સ્ટ) access_time 3:13 pm IST

  • એન.સી.પી.ચીફ શરદ પવાર 1 દિવસના ઉપવાસ ઉપર : સ્પીકરે સભ્યોને વિરોધ કરવાની તક આપવી જોઈએ : કૃષિ બિલ પાસ કરતા પહેલા ઓછામાં ઓછી બે થી ત્રણ દિવસની ચર્ચા થવી જરૂરી હતી : બરતરફ કરાયેલા 8 સાંસદોના સમર્થનમાં રાજ્યસભામાંથી વોક આઉટ access_time 1:18 pm IST