Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

આનંદો : ભાદર ડેમ ઓવરફ્લો : રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની પાણીની સમસ્યા દૂર

રાજકોટ : સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી વિશાળ ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની પાણીની સમસ્યા દૂર થશે. આ ડેમ 78 કીમી લંબાઈ ધરાવતી કેનાલ મારફતે 46 ગામોને 36 હજાર 842 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂંરું પાડે છે. 29 દરવાજા ધરાવતો ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ ધરાવે છે.

  આ ડેમની પાણી ક્ષમતા 6 હજાર 648 MCFTની છે. છેલ્લા 65 વર્ષથી અડીખમ ઊભેલો ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે. વર્ષ 1954માં 454.75 લાખના ખર્ચથી ડેમ તૈયાર કરવામાં આવ્યો હતો

(8:14 pm IST)