Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ગીર ગઢડાના બેડીયા ગામે એસ.ટી બસે અડફેટે લેતા બંધારડા ગામના વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે કરૂણમોત

મોટા સમઢિયાળા ગામે રેશનીંગનો સામાન લેવા જતા હતા ત્યારે બેડીયા ગામે રસ્તો ઓળંગવા જતા બસે અડફેટે લીધા

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે એસટી બસે અડફેટે લેતા બંધારડા ગામના વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે કરૂણમોત નીપજ્યું હતું

 આ અંગે મળતી વિગત મુજબ બંધારડા ગામના વૃદ્ધ મહિલા મંદીબેન મંગાભાઈ બાબરીયા( ઉ.60)  બંધારડા ગામ થી મોટા સમઢિયાળા ગામે રેશનીંગનો સામાન લેવા જતા હતા ત્યારે બેડીયા ગામે રોડ પસાર કરી રહ્યા હતા ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવતી એસટી બસ નંબર GJ-18-Y-7457 હડફેટે લીધા હતા જોકે એસટી બસના ડ્રાઇવર બસ મુકીને નાસી છૂટયા હતાં મંદી બેનના મોત ને લઈને બેડીયા અને બંધારડા ગામમાં એરેરાટી વ્યાપી ગઈ છે

ધોકડવા થી ખાંભા રોડ અતિ બિસ્માર હાલતમાં છે જેમાં ધોકડવા થી બેડીયા રોડ ખુબ જ સાંકડો હોવાથી બે વાહન ચાલકો ને પસાર થવામાં ઘણી બધે મુશ્કેલી આવે છે, આ રોડ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ રોડ ની તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે નથી જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આવાં અકસ્માતો બની રહ્યા છે અને આ બનાવની જાણ ગીર ગઢડા પોલીસ સ્ટેશન પર થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી

(6:40 pm IST)
  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • ચૂંટણી પંચની પત્રકાર પરીષદઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાતઃ બંને રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ચૂંટણી યોજાશેઃ ઝારખંડમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે access_time 12:14 pm IST

  • ગાંધીનગરમાં ભરબપોરે અડધો કલાક ધોધમાર વરસાદ : બપોરે 3-30 વાગ્યે વડોદરા બાયપાસ પર ધોધમાર વરસાદનું ઝાપટું access_time 5:33 pm IST