Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મોટી મારડ ગામે જુગારનો દરોડો : પાટણવાવ પોલીસે પાંચ શકુનિઓને પકડ્યા :21,200નો મુદામાલ કબ્જે

પાટણવાવ પોલીસે મોટી મારડ ગામે દરોડો પાડીને જુગાર રમતા પાંચ લોકોને 21 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા છે

રાજકોટ  ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મિણા ની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી. એસ. ગૌસ્વામી ,જેતપુર વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ પાટણવાવ પો.સ્ટે ના પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા પોલિસ સ્ટાફ સાથે પાટણવાવ પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ ખીમજીભાઈ તથા પો. કોન્સ દીવ્યરાજસિંહને મળેલ સંયુક્ત હકિકત મૂજબ મોટી મારડ ગામે મનસુખભાઈ પરમારના ભોગવટા વાળા મકાન મા રેઇડ કરતા જુગાર રમતા મનસુખ ભાઈ જેઠાભાઈ (રહે.મોટીમારડ)  ભનુભાઈ માલદેભાઈ ( રહે.મોટીમારડ ) , દીલીપભાઈ રણમલભાઈ (રહે.મોટીમારડ), વીપૂલભાઈ સામતભાઈ  (રહે.મોટીમારડ), મોહનભાઇ નાથાભાઈ  ( રહે.મોટીમારડ),વાળાઓ પાસેથી રોકડ રુ.૧૪,૭૦૦ તથા મોબાઇલ નંગ-૪ કીંમત રૂ-૬૫૦૦ મળી કૂલ-રૂપીયા-૨૧,૨૦૦*નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

 આ કાર્યવાહી દરમ્યાન પાટણવાવ પો.સ્ટેના પો.સબ.ઈન્સ વાય.બી.રાણા,તથા પો.હેડ.કોન્સ અરૂણભાઈ ખટાણા, તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ ,પો.કોન્સ ખીમજીભાઈ હૂણ તથા પો.કોન્સ મહીપાલસિંહ પો.કોન્સ દુષ્યંતરાજસિંહ વાળા પો.કોન્સ સમીરભાઈ બારોટ નાઓ હાજર રહ્યા હતા

(6:39 pm IST)