Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભાવનગરના સોડવદરામાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર : અરવિંદ ચૌહાણની ધરપકડ

ગાંજાના 33 છોડ મળ્યા : આઠ કિલો ગાંજો ઝડપાયો

ભાવનગર:  શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનો વેપલો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ભાવનગર એસઓજીએ વરતેજ તાબેના સોડવદરા ગામેથી શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા શખ્શને આઠ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે એસઓજીએ સોડવદરા ગામે અરવિંદ ચૌહાણની વાડીમાં તપાસ કરતા ગાંજાના 33 છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:19 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • ગાંધીનગરમાં ભરબપોરે અડધો કલાક ધોધમાર વરસાદ : બપોરે 3-30 વાગ્યે વડોદરા બાયપાસ પર ધોધમાર વરસાદનું ઝાપટું access_time 5:33 pm IST

  • સુરતની કોલેટી હોટલ પાસે એક શખ્શને મોબાઈલ ચોર સમજી ટોળાંએ ઢોર માર માર્યો : શખ્શને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો: અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:59 am IST