Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મોરબી નજીક નાની વાવડી અને બગથળા વચ્ચે ઓવરલોડિંગ ટ્રક રોડ પર ફસાઈ જતા રસ્તો બંધ

મોરબી નજીકના નાની વાવડી અને બગથળા વચ્ચે ઓવરલોડિંગ ટ્રક રોડ વચ્ચે ફસાઇ જતા નાની વાવડીથી ઉપરના તમામ ગામને જોડતો એકમાત્ર રસ્તો બ્લોક થઇ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

   નાના વાહન રોડ પરથી પસાર થતા હતા પરંતુ મોટા વાહનો પસાર થઇ શકતા ન હતા માટે ગામડેથી શહેરમાં આવતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારની કેટલીક બસો ના રૂટને પણ રદ્દ કરી નાખવામાં આવ્યા હતા જેથી કરીને ગામડાના લોકોને હેરાન ગતિ નો સામનો કરવો પડ્યો હતો

 

(5:27 pm IST)