Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મોરબીના લાલપર પાસે ટ્રાફિક પોલીસે ડ્રાઈવિંગ લાયસન્સ માંગતા જાનથી મારી નાખવાની ધમકી!

કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસંસ ન હોવાથી ગાડી પોલીસ સ્ટેશને લઈ આવતા મિત્રો સાથે મળીને ગાળો દઈને ધમકી આપી

મોરબી નજીકના લાલપર ગામ પાસે ટ્રાફિક પોલીસે કાર રોકીને તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ માંગ્યુ હતુ જોકે આ કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસંસ ન હોવાથી તેના વાહનને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલ તો પોલીસ સ્ટેશને તેના મિત્રોએ આવીને પોલીસ કોન્સ્ટેબલની સાથે અભદ્ર વર્તન કરીને ગાળો આપી હતી જેથી ટ્રાફિક પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આ બંને શખ્સોની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

   કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક બનાવવામાં આવ્યા છે જોકે તેની અમલવારી કરાવવામાં ટ્રાફિક પોલીસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હકીકત છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપભાઇ હર્ષદભાઈ પટેલ લાલપર ગામ પાસે ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતો કલ્પેશ મધુભાઈ નિમાવત નામનો યુવાન પોતાની કાર લઇને ત્યાંથી નીકળ્યો હતો ત્યારે તેની કારને રોકીને પોલીસકર્મી જયદીપભાઇએ કાર ચાલક કલ્પેશ પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સની માગણી કરી હતી જોકે કલ્પેશ અપંગ હોવાથી તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાથી તેની કારને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી

   દરમિયાન સિરામિક સીટીમાં રહેતો અજય હસમુખ નિમાવત ત્યાં આવ્યો હતો અને ટ્રાફિકની કામગીરી કરી રહેલા જયદીપભાઇની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને બેફામ વાણીવિલાસ કર્યો હતો તેમજ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી..! જેથી ભોગ બનેલા ટ્રાફિક પોલીસ જયદીપભાઇ પટેલે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હોય એએસઆઇ જે.પી.કણસાગરાએ તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)