Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

વઢવાણના ફૂલગ્રામ પાસે અકસ્માતમાં આધેડનું મૃત્યુ

વઢવાણઃ વઢવાણના  ફૂલગ્રામ ગામ પાસે ટ્રક-વેન વચ્ચે કારમો અકસ્માત સર્જાતા એપીએમસીના કર્મચારીનુ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતુ. અમદાવાદ રહેતા આધેડ પુત્રના  ઘરે મળવા જતા હતા ત્યારે રસ્તમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ, ગુરુકુળ રોડ ખાતે રહેતા નયનભાઇ રાવલ પાનનો ગલ્લો ચલાવતા હતા. અને ખંભાળીયા એપીએસસીમા નોકરી પણ કરતા હતા. તા. ૧૮ ના રોજ રાજકોટથી પાર્સલ ભરી જામનગર જવા તેઓ વેનમા બેઠા હતા ત્યારે નેશનલ હાઇવે ઉપર વઢવાણના ફુલગ્રામ ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે વેનને ઠોકર મારતા આ અકસ્મમાત સર્જાયો હતો જેમાં આધેડનુ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતુ.

(2:14 pm IST)