Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

સોળિયા પાસે આઇશરે બાઇકને અડફેટે લેતા બે યુવાનના મૃત્યુ

કોટડાસાંગાણી : કોટડા સાંગાણીના વણકરવાસમાં રહેતો સંજય હરીભાઇ દાફડા અને સંજય ખોડાભાઇ દાફડા બન્ને યુવાનો બાઇક લઇને રાજકોટ-કોટડાસાંગાણી રોડ પરથી પસાર થતા હતા ત્યારે પુરઝડપે ઘસી આવેલા આઇશરે બાઇકને અડેફેટે લેતા બન્ને યુવાનો ફંગોળાયા હતા અને ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયા હતા.

અકસ્માત સર્જી ચાલક આઇશર રેઢુ મુકી નાસી છૂટયો હતો. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને બન્ને યુવાનોના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. નાસી છૂટેલા ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

(2:14 pm IST)