Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ગોંડલમાં એક કલાકમાં ૩ ઇંચઃ રામનગરમાં વિજળીથી યુવતીનું મૃત્યુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છૂટી છવાઇ છતા તોફાની મેઘમહેર  વરસી હતી સાથે વીજળી પડવાની ઘટનાઓમાં એક યુવતીનુ મૃત્યુ તથા શાળાના મકાનને નુકશાન થયાના અહેવાલ છે.  ઉમેજ ગામે એક મકાન ધરાશાયી થયું હતુ. ગોંડલમાં ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડયાનું જાણવા મળે છે.

ગોંડલમાં ગઇકાલે ર ઇંચ વરસાદ પડયા બાદ આજે બપોરે એક કલાકમા ત્રણ ઇંચ વરસાદ પડી જતા  કોલેજ ચોક, સેન્ટ્રલ સિનેમા, જે.કે. ચોક, ગુલમહોર રોડ ખટારા સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

(12:27 pm IST)