Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

શારજહાંથી યમન જતા દ્વારકાના જહાજમાં આગ લાગી: જહાજને ભારે નુકશાન કોઇ જાનહાની નથી

દ્વારકા: શારજહાંથી યમનના સિકોતર બંદરે જઇ રહેલા દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના જહાજમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. યુએઇમાં શારજહાંની ખાલિદ જેટી પર આ જહાજમાં અચાનક આગ લાગી હતી. આ જહાજનું નામ નુરે ફૈજન એમ.એન.વી 1703 હતું. આગ લાગતા જહાજને વ્યાપક નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી.

આ વહાણ માલિકનું નામ ગુલશન જાવેદ ભાયા છે. વહાણમાં સવાર તમામ લોકો સલાયા બંદરના રહેવાસી હતા તમામનો બચાવ કરી લેવામાં આવ્યો છે. આ પ્રકારના બનાવો વર્ષમાં છથી સાતવાર બનતા હોય છે. આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગમાં કેટલા કરોડોની કિંમતનો માલ સામના બળીને ખાખ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અમદાવાદ: જન્મદિવસની ઉજવણી કરતા યુવકોએ મોડી રાત્રે કર્યું હવામાં ફાયરિંગ

શારજહાંથી યમનના સિકોતર બંદરે જઇ રહેલા સલાયાના જહાજમાં અચાનક આગ ફાટી નિકળી હતી જેમાં કરોડોની કિંમતનો માલ સામના બળીને ખાખ થયો હતો. આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર આગ લગભગ 24 કલાક સુધી ચાલુ રહી હતી.

(11:30 am IST)