Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભાદર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

૦.૩૫ પોઇન્ટ બાકીઃ પવનના કારણે દરવાજા ટપીને બહાર જતુ પાણી

ગોંડલઃ તસ્વીરમાં ભાદર ડેમના પાટીયા ટપીને બહાર જતુ પાણી નજરે પડે છ.ે(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ તા. ર૦ : રાજકોટ,ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારોને પાણી પુરૂ પાડતો ભાદર ડેમ ૧પ મી વખત ઓવર ફલો થવાની તૈયારીમાં છે.હાલમાં પાણીની ધીમી આવક ચાલુ છ.ે

ગોંડલ તાલુકાના ગોમટા નજીક આવેલ ભાદર ડેમની સપાટી ૩૩.૬૫ ફુટે પહોંચી છ.ેહજુ ઓવરફલો થવા આડે ૦.૩૫ પોઇન્ટ બાકી છે. ભાદર ડેમની કુલ સપાટી ૩૪ ફુટ છે હવે માત્ર પોઇન્ટ ૦.૩૫ બાકી હોવાથી પવનના કારણે પાણી હિલોળા લે છે.અને પાટીયા ઉપરથી બહાર નીકળે છે.

ભાદર ડેમ છલોછલ ભરાઇ જતા જેતપુર, વિરપુર, ખોડલધામ, ગોંડલ, રાજકોટ માટે એક વર્ષ માટે પાણીની નિરાંત થઇ છે.

(11:32 am IST)