Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ધર્માદો સ્વીકારવા મુદ્દે ગઢડાના ગોપીનાથજી મંદિરમાં વિવાદ: દેવપક્ષ અને આચાર્ય પક્ષ આમને સામને : હરિભક્તો ઉમટ્યા : આવેદન આપ્યું

હરિભક્તોનો ધર્માદો સ્વીકારાતો નથી:કારણ નહિ જણાવતા હોબાળો : નવી સ્કીમ કાઢી મતદારયાદીમાં સામેલ કરવાના નવો નિયમ :ઓનલાઈન સેવા પણ બંધ કરી

ગઢડામાં આવેલાં ગોપીનાથજી મંદિરમાં ધર્માદા લઈને રાજકારણ ગરમાયું છે. મંદિરના દેવપક્ષ અને આચાર્ય પક્ષ ધર્માદા વિવાદને લઈને સામસામે આવી ગયા છે. તો દેવપક્ષના વહીવટદારો દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તોનો ધર્માદો ન સ્વીકારવામાં આવતાં હરિભક્તોએ રામધૂન બોલાવી આવેદનપત્ર આપવા ગયા હતા

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં ધર્માદો સ્વીકારવાના મામલે બંને પક્ષ સામ સામે આવી ગયા છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ આમને સામને આવી ગયા છે. દેવ પક્ષ દ્વારા ધર્માદો નહીં સ્વીકારવામાં આવતા આચાર્ય પક્ષ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ત્યારે પરિસ્થિતિ ગંભીર જણાતા પોલીસે મામલો થાળે પાડ્યો છે. હાલ મોટી સંખ્યામાં હરિભક્તોએ મંદિરમાં ધામા નાખ્યા છે.

મંદિરમાં અવારનવાર કોઈને કોઈ વિવાદ ચાલતા રહે છે. જેને લઈને આજે મંદિરમાં 300 જેટલા હરિભક્તો એકત્રિત થયા હતા. વિવાદ એ છે કે ધર્માદો સત્તા પક્ષ દ્વારા સ્વીકારવામાં આવી રહ્યો નથી. ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં ભગવાને ભક્તોને ધર્માદો ભરવા આજ્ઞા કરી છે. મેનેજિંગ ટ્રસ્ટીએ ધર્માદો ઉઘરાવીને ધર્માદો જમા કરાવવો તેવી પ્રથા હતી. હવે તે પ્રથાનું અનુકરણ થતું નથી.

જાતે ધર્માદો ઉધરાવવા જવાના બદલે સત્સંગીઓ જાતે આપવા આવે છે તો શા માટે લેવાતો નથી તે પ્રશ્ન છે. પહેલાંના બોર્ડે હરિભક્તોનો ધર્માદો લેવાની ક્યારેય ના નથી પાડી. હરિભક્તોને જાગૃત કરીને આવકનો દસમો ભાગ ભગવાનને અર્પણ કરવાની ભલામણ કરી અને ધર્માદો લેતા. ધર્માદો ન લેવો એ ભગવાનની આજ્ઞાનો ભંગ છે. તેનાથી મંદિરની આવકને પણ નુકસાન થઈ રહ્યું છે.

 વહીવટ કર્તાઓએ સ્કીમમાં જે 250 રૂપિયા વર્ષે ભરે અને તે પણ 5 વર્ષ સુધી, તો તેનું નામ મતદાર યાદીમાં સામેલ કરાય. આ નિયમ શરૂ કર્યો છે. વહીવટી બોર્ડ તેની પર ધ્યાન આપતું નથી અને ધર્માદો સ્વીકારતા નથી. ઓનલાઈન સેવા પણ બંધ કરી છે જેના કારણે હરિભક્તો ધર્માદો જમા કરાવી શકતા નથી. જ્યારે ભક્તો જાતે આવે છે તો મંદિર વાળા કહે છે કે સંતો આવીને લઈ જશે, પાવતી નથી જેવા બહાના આપીને ધર્માદો સ્વીકારતા નથી. ભક્તોના ધર્માદા સ્વીકારાતા નથી. ભક્તો ધર્માદો આપવા માટે આવેદન આપવાના છે.

(11:11 am IST)