Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાની તૈયારી : સૌરાષ્ટ્ર્ના સૌથી ઊંડો ડેમ 21મી વખત છલકાશે

અમરેલીના ધારીનો ખોડીયાર ડેમ  ખોડીયાર ડેમ છલકાવાની તૈયારીમાં છે ડેમનું  લેવલ ૭૩.૭૦  ફુટ પહોંચ્યું છે અને હવે સવા ફુટ આવક થતા પૂર્ણ થતા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થશે

  , સૌરાષ્ટ્રના સૌથી ઉંડા એવો ખોડીયાર ડેમ બન્યાને આજે ૫૨ માં વર્ષે ૨૧મી વખત ઓવરફ્લો થવા જઈ રહ્યો છે, જેને લઈને  ધારી, અમરેલી  અને ચલાલામાં ખુશીની લહેર ફરી વળી છે,

 દિવાળી બાદ ડેમ ખારાપાટના  કુલ ૨૦ ગામોના રવિપાકનું સિંચન કરશે જેથી ખેડૂતો પણ ગેલમાં છે

(11:37 pm IST)