Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલને માતૃવંદના ગાતા- ગાતા આવ્યો હાર્ટ એટેક:સ્ટેજ પર લીધા અંતિમ શ્વાસ

જનનીની જોડ સખી નહીં મળે રે લોલ'ગાતા અચાનક હાર્ટ એટેક આવ્યો

 

જૂનાગઢ :જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલને માતૃવંદના ગાતા વેળાએ અચાનક હાર્ટ એટરક આવતા તેઓએ સ્ટેજ પર અંતિમ શ્વાસ લીધા હતા જનનીની જોડ સખી નહીં મળે રે લોલ' કવિ દામોદર બોટાદકરની અદભૂત રચના ગાતા-ગાતા મોત આવી જાય તો એને તો કદાચ મનગમતુ મોત કહી શકાય. માતૃવંદના ગાતા ગાતા જૂનાગઢના નિવૃત હેડ કોન્સ્ટેબલ સ્ટેજ પર ઢળી પડ્યા હતા.

લોકગીતની અદભૂત કાવ્ય રચના કે જે મનગમતો વિષય હતો, અને ગીત નિવૃત હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર ગાતા હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો. અને તે સમયે સ્ટેજ પર અંતિમ શ્વાસ લીધા. થોડા દિવસ અગાઉ જૂનાગઢના બાયપાસ પર આવેલી હોટલમાં મેડિકલ કંપનીના એક કાર્યક્રમ દરમિયાન ઘટના બની હતી

 

(11:11 am IST)