Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

વેરાવળમાં ધાર્મિક સ્થળો પર દબાણ દૂર કરતા અજંપાભરી સ્થિતિ: બે જિલ્લાની પોલીસ ઘટના સ્થળે: ચુસ્ત બંદોબસ્ત

150 ફૂટ રિંગ રોડ પર અંદાજે 100 વર્ષ જૂનું મંદિર તેમજ વેરાવળ ચોપાટી પરની દો ભાઇની દરગાહને દૂર કરાઈ

વેરાવળમાં ધાર્મિક સ્થળો પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એક મંદિર તેમજ દરગાહને દૂર કરાતા અજંપા જેવી સ્થિતી સર્જાઇ હતી. જે બાદ બે જીલ્લાની પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

  . વેરાવળ ખાતે 150 ફૂટ રીંગ રોડ પર આવેલું અંદાજે 100 વર્ષ જૂનું મંદિર તેમજ વેરાવળ ચોપાટી પરની દો ભાઇની દરગાહને વેરાવળના પ્રાંત અધિકારી દ્રારા ગેરકાયદેસર અને રસ્તાઓ પરની પેશકદમીઓને દૂર કરવાની કામગીરી અંતર્ગત દૂર કરાઇ હતી. આ ઉપરાંત વેરાવળમાં મુખ્ય બજારોમા રોડ પર આવેલા દુકાનોના છાપરા, ઓટલા તેમજ ગેરકાયદેસર બાંધકામ પણ દુર કરવાની કામગીરી કરાઇ હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે 150 ફુટ રીંગરોડ પરના મંદિરને પણ આ પહેલા નોટીસો આપવામાં આવી હતી. ચોપાટી પર દરગાહને પણ હટાવવા માટે અપીલ કરાઇ હતી. પરંતુ લોકોની આસ્થા અને ધાર્મિક લાગણી હોવાથી તેમા સફળતા મળી ન હતી જેથી મધ્યરાત્રી દરમિયાન બન્ને ધાર્મિક જગ્યા પર ડિમોલીશન કરી નાખવામા આવ્યુ હતું. સવારે લોકોને આ બાબતની જાણ થતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. જે બાદ ફરીથી બાંધકામ કરવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. જે બાદ જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા તેમજ માંગરોળથી પોલીસનો કાફલો આ બંન્ને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ સાથે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ પણ તંત્ર દ્વારા કરાઇ હતી. તો આ અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રાંત અધિકારી સામે કડક પગલા લેવામાં આવે તેવી સીએમને રજૂઆત કરી છે.

(9:24 pm IST)