Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કચ્છના મુંદરાની સાડા ત્રણ વર્ષની બાળા ઉપર શાળાના એકાઉન્ટનનો દુષ્કર્મનો પ્રયાસ

ભુજ,તા.૨૨: મુંદરા ની અતિ પોશ ગણાતી અદાણી સમુદ્ર ટાઉનશીપમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી ઉપર દુષ્કર્મ ના કરાયેલા પ્રયાસે ચકચાર સર્જી છે. આ અંગે બાળકીની માતાએ કર્લેરોક્ષ પબ્લિક સ્કૂલ ના એકાઉન્ટ ફૈઝલ જુસબ સમેજા (રહે. મુંદરા) વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાળકી શાળા માં થી ઘેર આવી પછી તેણે તેની માતાને પેટ દુઃખવાની ફરિયાદ કરી હતી. સાડા ત્રણ વર્ષની બાળકી સ્કૂલ માં નર્સરીમાં ભણે છે તેની ઉપર એકાઉન્ટન્ટ ફૈઝલ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાનું ધ્યાને આવતા બાળકી ની માતાએ કર્લેરોક્ષ સ્કૂલ ના પ્રિન્સિપાલને જાણ કરી હતી. સ્કૂલે તરત જ પાંચ જણાની કમીટી બનાવી તપાસ કરતા ફૈઝલ દોષી જણાતાં તેને સ્કૂલ માંથી છુટ્ટો કરી દીધો હતો. હવે આ મામલે મુંદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૪)

(1:32 pm IST)