Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન સંપન્ન

ટંકારા, તા.૨૨: ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓનું તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન વિઝન સ્કૂલ ખાતે યોજાઈ ગયું. જીવનના પડકારો માટેના વૈજ્ઞાનિક ઉપાયો મુખ્ય વિષય અંતર્ગત પાંચ પેટા વિભાગોમાં સી.આર.સી. કક્ષાએથી પસંદ થયેલી શ્રેષ્ઠ ૩૨ કૃતિ ઓ માટે પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું હતું.

આ પ્રસંગે ઉદ્દઘાટન સમારોહમાં ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન અશોક ભાઈ સંધાણી , કારોબારી અધ્યક્ષ ભૂપતભાઇ ગોધાણી, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંધના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, ટંકારા તાલુકા પ્રા. શિ. સંઘના પ્રમુખ મણિભાઈ કાવર, મહામંત્રી  વિરમભાઇ દેસાઇ, ઉપપ્રમુખ મગનલાલ ઉજરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા પ્રમુખના હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું.સમગ્ર દિવસ દરમિયાન તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા.

સાંજે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં તાલુકા પ્રા. શિક્ષણાધિકારીશ્રી દિપાબેન બોડા, આર.પી.મેરજા, યોગેશભાઈ દ્યેટીયા, વિજયભાઈ ભાડજા ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ. સમગ્ર વિજ્ઞાન-ગણિત પ્રદર્શન સફળ બનાવવા બી.આર.સી. કા-ઓર્ડીનેટરશ્રી કલ્પેશભાઈ ફેફર, ન્યૂ વિઝન સ્કૂલના સંચાલક શ્રી દિલીપભાઈ બારૈયા તથા સી.આર.સી., બી.આર.પી. મિત્રો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.(૨૨.૪)

(12:27 pm IST)