Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

જામકંડોરણામાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન

 જામકંડોરણા : જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત બી.આર.સી. ભવન જામકંડોરણા આયોજીત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન જામકંડોરણા ઇન્દીરાનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું, જેમાં તાલુકાની શાળાઓએ ૩ર કૃતિઓ રજૂ કરી હતી જેમાં કુલ ૬૪ વિદ્યાર્થીઓ અને ૩ર શિક્ષકોએ ભાગ લીધેલ જેમાં કૃત્રિમ હૃદય, પાણીનું શુદ્ધિકરણ અને તેનો પુનઃ ઉપયોગ, ગ્રીન પાવર સીટી, બોરવેલ, બેબીકેર તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય વર્ધક ટીપ્સ, બાયોગેસ પ્લાન્ટ સહિતની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ. આ કૃતિઓ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ નિહાળી હતી.  આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબેન પરમાર, પ્રતિપાલસિંહ જાડેજા, કાનજીભાઇ પરમાર, શિક્ષક મંડળીના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સરપંચ જશમતભાઇ કોયાણી, ગૌતમભાઇ વ્યાસ, અશોકસિંહ તેમજ તાલુકાની સ્કૂલના આચાર્ય શિક્ષકગણ તેમજ બી.આર.સી. કો-ઓર્ડીનેટર સંજયભાઇ બોરખતરીયા ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને નિવૃતી વિદાયમાન આપી તેમની સેવાઓને બિરદાવી હતી. આ તકે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં. (તસ્વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંોરણા)(૮.૪)

(12:25 pm IST)