Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મેંદરડામાં કોમી એકતા વચ્ચે તાજીયાનું ઝુલુસ

મેંદરડાઃ અહિ મુસ્લિમ સમાજ દ્વારા ઉજવાતા મહોર્રમ પર્વ દરમિયાન અનેરો નજારો જોવા મળેલ અને કોમી એકતાના દર્શન થયા હતા. તાજીયા પડમાં આવેલ ત્યારે મેંદરડામાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ગણેશજીની અજમેરા ચોકમાં સ્થાપના કરવામાં આવેલ અજમેરા ચોકમાં તાજીયાનું જુલુસ નિકળતા હિન્દુ યુવાનો દ્વારા તાજીયાનું સ્વાગત કરવામાં આવેલ. તસ્વીરમાં ગણેશ સ્થાપનાનો પંડાલ પાસે તાજીયા જોવા મળે છે. (તસ્વીરઃ ગૌતમ શેઠ મેંદરડા)

(12:25 pm IST)
  • ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક પ્રસરી:શહેરમાં સમી સાંજથી ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા access_time 11:36 pm IST

  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST

  • રાજકોટ -ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોનો વિરોધ: SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી શાકભાજી ફેંક્યા:છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને શાકભાજી ના યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરાયો :ખેડૂતોએ ગ્રામ્ય વિસ્તારમાં રોડમાં પડેલ ખાડા શાકભાજીથી પૂર્યા access_time 10:13 pm IST