Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કોટડાસાંગાણીના વેરાવળની ગ્રામસભામાં ડોર ટુ ડોરનો કચરો એકત્ર કરવા બે મીની ટ્રેકટરનું લોકાર્પણ

કોટડાસાંગાણીઃ વેરાવળ ગ્રામપંચાયતની ગ્રામસભા યોજાઇ અને ડોર ટુ ડોરનો કચરો એકત્ર કરવા બે મીની ટ્રેકટરનું લોકાર્પણ કરાયુ હતું. વેરાવળ ગામના વિવિધ વિકાસના કામોને મંજુરી અપાઇ હતી. સાથેજ શાપર વેરાવળ પોલીસના પી.એસ.આઇ.વાય.બી.રાણાની એસ.ઓ.જીમાં બદલી થતા તેમનો વીદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને શાપર પોલીસના નવ નિયુકત પી.એસ.આઇ.એમ.આર.ગોંડલીયાનું બહુમાન સાથે વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા સન્માનીત કરી આવકાર્યા હતા. સાથે જ વેરાવળની સ્વચ્છતા જાળવવા અને ડોર ટુ ડોરનો કચરો એકત્ર કરવા માટે બે મીની ટ્રેકટરનું લોકાર્પણ ટીડીઓના હસ્તે કરાયુ હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર.અહેવાલઃ કલ્પેશ જાદવ.કોટડાસાંગાણી)

(12:23 pm IST)