Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઉપલેટામાં કપાસ બિયારણની કંપની દ્વારા રથયાત્રા

સૌરાષ્ટ્રમાં આ વર્ષે કપાસના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે ખાસ કરીને ઉપલેટા ધોરાજી પંથકમાં કપાસનો પાક આ વર્ષે ખૂબ સરસ છે ત્યારે ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણો મુજબ ભારતની નામાંકિત કપાસ બિયારણ બનાવતી કંપની રાસી સિડ્સ દ્વારા *C4*(Cotton Crop Care Centre) નામથી રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથમાં કોઈ પણ કંપનીની જાહેરાત નથી માત્ર સરકાર શ્રી નાં ધારા ધોરણ મુજબ કપાસના પાકમાં આવતી ગુલાબી ઇયળ અને સુકારાના રોગને અટકાવવા માટેના દિશા સુચન કરતા હોર્ડિંગ્સ અને માહિતી પત્રિકા દરેક ખેડૂત સુધી પહોંચાડવા માટેની નિસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે.. આ રથયાત્રા સમગ્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતમાં ગામડે ગામડે ફરી ખેડૂતોને ઘરે બેઠા માહિતી આપશે.. ઉપલેટા ખાતે આજે સવારે સર્કીટ હાઉસ પાસે ઉપલેટા વિસ્તારનાં ખેડૂત આગેવાનો શ્રી ડાહ્યાભાઇ ગજેરા અને ઉપલેટા ખેડૂત મહાસભાના પ્રમુખ લખમણભાઈ પાનેરા દ્વારા રથનું ઉધ્દ્યાટન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાહ્યાભાઈ પટેલ રાસી સિડ્સની નિસ્વાર્થ ભાવે સેવાને બિરદાવી હતી. તો ઉપલેટા ધોરાજી વિસ્તારના કંપની ઈન્ચાર્જ રામસીભાઈ ખોડભાયા આ પ્રસંગે હાજર રહી ખેડૂતો અને વેપારીઓને માહિતી આપી હતી.

(12:22 pm IST)