Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ

 ગોંડલઃ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે વિવિધ મંડળોની મહિલાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. હડીયા પ્લોટ વિસ્તારમાં શ્રી ખોડલધામ મહિલા મંડળ, ગાયત્રી પરીવાર મહિલા મંડળ, ગોપી મંડળ દેરડી(કુંભાજી) તેમજ હડીયા પ્લોટ વિસ્તારની મહિલાઓ સહિતની મહિલાઓએ જુદા જુદા વૃક્ષાોનું વાવેતર કર્યુ હતું. દેરડી (કુંભાજી) ગામની મહિલાઓ દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં દેરડી(કુભાજી) ગામના સરપંચ શૈલેષભાઇ ખાતરા, ગોંડલ તાલુકા પંચાયત સદસ્ય શ્રૃતિબેન મોણપરા, સવજીભાઇ વિસાવળીયા, ફોરેસ્ટના કર્મચારી ઓસુભાઇ તેમજ ગામના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને મહિલાઓના વૃક્ષા રોપણના કાર્યને બિરદાવ્યું હતું. મહિલાઓના આ વૃક્ષારોપણના કાર્યમાં વૃક્ષોના રોપાઓ, તાર ફેન્સીંગ જેવી સામગ્રી ગોંડલ ફોરેસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલઃનરેશ શેખલીયા.ગોંડલ)(૨૩.૨)

(12:19 pm IST)