Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

જસદણ-વિંછીયા તાલુકામાં ૪૯ જગ્યાએ પશુ સારવાર કેમ્પ

રાજયનાં પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના આદેશથી તડામાર તૈયારી

જસદણ, તા.૨૨: પશુપાલન મંત્રી કુવરજીભાઇ બાવળીયાની સુચનાથી જસદણ-વિંછીયા તાલુકામાં તા.૨૪થી તા.૬-૧૦ દરમિયાન જુદા-જુદા સ્થળે ૪૯ જેટલા પશુ સારવાર કેમ્પ યોજાશે.

જસદણ-વિંછીયા વિસ્તારમાં પશુઓમાં ફાટી નિકળેલા રોગચાળાને ધ્યાને લઇ પશુપાલન મંત્રી કુવરજીભાઇ બાવળિયાએ રાજકોટ જીલ્લા પશુચિકિત્સા અધિકારીને સુચના આપતા વેટેરીનરી પોલી કલીનીક રાજકોટ દ્વારા તા.૨૪-૯ ના હાથસણી, દહીસરા, ગઢાળા, તા.૨૫-૯ ના પીપરડી, સાણથલી, રાજાવડલા(જામ), ગોખલાણા,  પાટીયાળી ઝુંડાળા, વીરનગર, ઢુંઢકી, ગોરીયા, તા.૨૬-૯ ના મોઢુકા, ડોડીયાળા, રેવાણીયા, ૨૭-૯ ના સોમલપર, મેધપર, પાંચવડા, સરતાનપર, ગોડલાધાર, કડુકા, બળધોઇ, તા.૨૮- ૯ના બંધાળી, કાનપર બોધરાવદર, ગુંદાળા(જામ), ધ્રાંગધ્રા શીવરાજપુર, રણજીત ગઢ, અમરાપુર, કંધવાળીયા, ૨૯-૯ ના મોટી લાખાવડ, મોટા માત્રા, , ભંડારીયા, રામળીયા, તા.૧-૧૦ના કમળાપુર, તા.૪-૧૦ના લાખલવડ પારેવાળા, તા.૫-૧૦ના કનેસરા, નાની લાખાવડ,  તા.૬-૧૦ના આટકોટ ખાતે કેમ્પ યોજાશે. તમામ કેમ્પનો સમય ૮થી૧૨ નો રહેશે. કેમ્પમાં વ્યંધત્વા નિવારણ, સારવાર, ગાભણ પરિક્ષણ, ખસીકરણ, વાછરૃં પારૂને કુમિ નાશક દવા આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા પશુ ચિકિત્સા અધિકારીએ અનુરોધ કર્યો છે.(૨૨.૫)

(12:17 pm IST)