Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામે જાહેરમાં જુગાર રમતા પ ની ધરપકડ

ઉપલેટા, તા. રર : તાલુકાના મેખાટીંબી ગામે લેવા પટેલ સમાજ પાસે જાહેરમાં જુગાર રમતા પ ને રૂ. ર૪૩૦ સાથે પો.કો. ગગુભાઇ ગઢવીએ ધરપકડ કરેલ છે. જેમાં જશ્મીન જીવન પિત્રોડા, અમીત રાજેશ વેકરીયા, હીરેન રમણીક લક્કડ, જૈમીન હંસરાજ લક્કડ, દિવ્ય જયંતિ વેકરીયાનો સમાવેશ થાય છે. વધુ તપાસ પો.જ. હમીરભાઇ લુણસીએ હાથ ધરેલ છે.

મોટર સાયકલની ચોરી

મોટર સાયકલ નંબર જી.જે.૦૩-એફબી-૬૮૯૮ના મોટર સાયકલની ચોરી થતા માલીક કિશન વજુ બલવા રે. મેખાટીંબી વાળાએ ફરીયાદ કરેલ છે.

વરલી જુગાર લેતા ધરપકડ

પંચહાટડી વિસ્તારમાં વરલી જુગારના આંકડા લેતા અખ્તર ઓસમાણ કડીયાને રૂ. ર૬૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.(૮.૬)

 

(12:16 pm IST)