Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઉનાની સીમમાં કોથળામાં ઇંગ્લીશ દારૂની ૮પ બોટલ લઇ જતી મહિલા ઝડપાઇ

ઉના તા. રર :   નાંદ્રણ   સીમમાં પોલીસે  કોથળામાં છૂપાવી લઇ જતી મહિલાને ૮પ બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી હતી.

ઉના તાલુકાનાં નાંદ્રણ ગામની સીમમાં ચાલીને માથે કોથળો ઉપાડીને આવતી મહિલા ભાવનાબેન મહેશભાઇ (ઉ.૩૦) રે. નાંદ્રણ વાળીને પોલીસ જમાદાર એમ. એચ. વાજા એ રોકાવી કોથળો ખોલતા પાસ પરમીટ વગરની ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૮પ રૂ. ૪રપ૦ ની કિંમતના સાથે પકડી પાડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. (પ-૧૩)

(12:16 pm IST)