Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વડોદરાના પીએસઆઇના આપધાત પ્રકરણમાં ગોંડલનાં બંધિયા ગામના સરપંચ દ્વારા અત્મવિલોપનની ચિમકી

ગોંડલ, તા.૨૨: તાલુકાના બંધીયા ગામના સરપંચ ઓમદેવસિંહ ઇન્દ્રજીતસિંહ વાઘેલા ગાંધીનગર આઇ જી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી વડોદરા પી.એસ.આઇ સંજયસિંહ શીવુભા જાડેજા દ્વારા કરાયેલ આપઘાતની યોગ્ય તપાસ કરવાની માંગ કરી જણાવ્યું હતું કે સંજયસિંહ જાડેજા દ્વારા લખાયેલા સ્યુસાઇડ નોટ શંકાઓ ઉભી કરે છે. તેમના ઉપરી અધિકારી તરફ ઇશારો કરે છે.

 તેમના ઉપરી અધિકારીઓ સંજયસિંહ પાસે ઇરાદાપૂર્વક ગેરકાયદે કામ કરાવવા માગતા હતા તેવી અમોને શંકા છે. આશરે દોઢ બે માસ પહેલા તેઓ અમને જયારે મળ્યા ત્યારે પણ વેદના વ્યકત કરી હતી આ અંગે યોગ્ય તપાસ કરવા અમારી માંગ છે. અન્યથા અમારા દ્વારા આગામી તારીખ ૨૯ના મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરવામાં આવશે. તેવું અંતમાં જણાવ્યું હતું.(૨૨.૮)

(12:15 pm IST)
  • બોરસદ પેથકમાં રેપ વીથ મર્ડરઃ બોરસદ તાલુકાના અલારસા ગામની ચિભડીયાપુર સીમમાં યુવતીની હત્યા કરાયેલ મળી લાશઃ યુવતીની લાશ નગ્ન હાલતમાં મળતા રેપ વિથ મર્ડરની આશંકાઃ હાલ બોરસદ પોલીસે યુવતીની લાશને પેનલ ડોકટરથી પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડીઃ અજાણ્યા હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 11:44 am IST

  • ભાવનગરમાં પ્રથમ સ્વાઈન ફ્લુથી એકનું સર ટી હોસ્પિટલમાં મોત:ગઈકાલ સારવારમાં આવેલા શંકાસ્પદ મહિલાનું રાત્રે જ નીપજ્યું હતું મોત:મૃતક વલભીપુરના ફરીદાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: 5 દર્દી પૈકી ત્રણ પોઝિટિવ દર્દી હાલ સારવારમાં સર ટી હોસ્પિટલમાં: સ્વાઈન ફ્લુમાં પ્રથમ મોતના બનાવ બાદ તંત્ર સફાળું જાગ્યું access_time 10:44 pm IST

  • અંબાજી મંદિરમાં બોંબ ડિટેક્ટીવ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ :મંદિર પરીસરમાં ખુણે ખુણાની અદ્યતન સાધનો દ્વારા તપાસ કરાઇ:કોઇ પણ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગી:અંબાજી મંદિર ઝેડ કેટેગરી ની સુરક્ષા ધરાવતુ હોઇ વધુ ધ્યાન રખાશે તેમ બીડીડીએસ નાં પી. એસ. આઇ એ જણાવ્યું access_time 10:46 pm IST