Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઉનામાં ૨૦ દિવસ પહેલા સાઇકલ ચોરી કરનારા ર યુવાનો બાઇક ચોરી ગયાઃ ફરી સીસીટીવી કેમેરામાં દેખાયા

એક યુવાને કાળા રંગનું અને બીજાએ સફેદ ટીશર્ટ પહેરેલુઃ પોલીસને જાણ છતાં ચોરીનો ભેદ ઉકેલાયો નથી

ઉના તા.૨૨:  વાહન ચોરી મોટરસાયકલ અને સાયકલોની ચોરીના બનાવો વધ્યા છે. બે દિવસ પહેલા ઉના શહેરનાં નગરપાલિકા ભવનની નીચે પાકિંર્ગમાં ઉનાના ડાયાભાઇ ટીડાભાઇ પોતાની મોટર સાયકલ નંબર જી.જે. ૧૧-૧૧૯૪૩૪ પાર્ક કરી નગરપાલિકાની ઓફિસ માં કામે ગયા હતાં જે થોડીવારમાં પરત આવતા મોટરસાયકલ કિ. રૂ. ૨૦,૦૦૦ની ચોરી કરી કોઇ લઇ ગયા હતા.

આ અંગે પાર્કિંગની સામે આવેલ સી.સી.ટી.વી. ફુટેજ જોતા બે શખ્સો એકે કાળા કલરનું બીજાએ સફેદ ટીશર્ટ પહેરેલ યુવાનો મોટરસાયકલ ચોરી કરી જતા જોવા મળતા ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને યુવાનો ૨૦ દિવસ પહેલા સાઇકલની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતા.

 પટેલ સોસાયટીમાં આવેલ મધુરમ શાળા અને વરસીંગપુર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામે પાર્ક કરેલ ૩ વિદ્યાર્થીઓની સાયકલ ૨૦ દિવસ પહેલા ચોરાઇ ગયેલ ત્યારબાદ સીસીટીવી કેમેરામાં શખ્સો સાયકલ ચોરી કરતા દેખાયા તા પોલીસમાં રજુઆત કરી હતી છતાં એકપણ સાયકલની ચોરીનો ભેદ ઉકેલાયો નથી કે ચોરને પણ પકડવામાં પોલીસને સફળતા મળી નથી.(૧.૧૦)

(12:15 pm IST)