Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મુળી તાલુકાના ગઢાદ ગામમાં અરેરાટી

ડુબતી બે પુત્રીઓને બચાવવા માતાએ પાણીમાં ઝંપલાવ્યુઃ તેને બચાવવા કૌટુંબીક જેઠાણી કુદયાઃ ૪ના મોત

વઢવાણ તા. રર :.. મુળી તાલુકાના ગઢાદમાં કપડા-ધોવા ગયેલી માતા બે પુત્રી સહિત ચાર વ્યકિતનાં  પાણીમાં ડૂબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા હતાં. બાદ પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયા હતાં.

મુળીના ગઢાદમાં રહેતા અને ખેતી કામ કરતા મુકેશભાઇ ગળધરાયાના પત્નિ ૩૪ વર્ષીય કંચનબેન તેમની બે દિકરીઓ ૧૪ વર્ષની રેણુકા અને ૧ર વર્ષની જયશ્રી તેમજ કૌટુંબિક જેઠાણી ગીતાબેન કાળુભાઇ ગળધરાયા સાથે શુક્રવારે સાંજના સમયે ટાડાણા રોડ પર આવેલ નદીએ કપડા ધોવા માટે ગયા હતાં. તે સમયે પ્રથમ રેણુકા અને જયશ્રી પાણીમાં પડતા તે ડુબવા લાગી હતી. આથી માતા કંચનબેન દિકરીઓને બચાવવા નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું. જોત જોતામાં માતા અને બન્ને પુત્રીઓ ડૂબવા લાગતા ગીતાબેન પણ તેમને બચાવવા જતા નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા ચારેયના અકાળે મોત થયા હતાં.

આ બનાવમાં કંચનબેન અને ગીતાબેનના મૃત મળી આવ્યા હતા જયારે બે દિકરીઓના મૃતદેહ તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયા હતાં. ૧૦૮ ના ઇએમટી મહેશભાઇ મેર અને કાંતીભાઇ મકવાણા દ્વારા મૃતકોના લાશને પીએમ માટે મુળી હોસ્પિટલ લઇ જવાઇ હતી.

આ અંગે ગઢાદના સરપંચ વિક્રમસિંહ પરમારે જણાવ્યુ કે નાના એવા ગઢાદ ગામના એક સાથે ચાર વ્યકિતના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. હાલ મૃતદેહને પીએમ. માટે દવાખાને લઇ ગયા. (પ-

(12:13 pm IST)