Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાવનગરમાં શનિવારે જીતુભાઇ વાઘાણી પ્રેરિત નંદોત્સવ સમિતિ દ્વારા દહીં-હાંડી મહોત્સવ

ભાવનગર, તા. રર : ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા પ્રેરિત નંદોત્સવ સમિતિ આયોજિત-દહીં-હાંડી મહોત્સવ કાર્યક્રમ તા. ર૪ને શનિવારે વિવિધ સ્થાનો પર મહોત્સવ ઉજવાશે.

આ કાર્યક્રમ સવારે ૯ કલાકથી (૧) વિરાણી સર્કલ, કાળીયાબીડ (ર) સંસ્કાર મંડળ સર્કલ (૩) પટેલ જ્ઞાતિની વાડી પાસે (વિજય ટોકીઝ), ચાવડી ગેટ (૪) શર્મા રોલિંગ મિલની સામે, માઢીયા રોડ (પ) તળપદા કોળી જ્ઞાતિની વાડી પાછળ, શ્રી મહાત્મા ગાંધી પ્રા.શાળા નં. ૬૩ની સામે (૬) કૈલાશ વાટિકા, બોરતળાવ જેવા વિવિધ વિસ્તારોમાં મહારાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી ચુનંદા ૧૦૧ મહારથીઓ દ્વારા મટકી ફોડ કરાશે.

પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, જીલ્લાના ધારાસભ્યશ્રીઓ, પ્રભારી મહેશભાઇ કસવાલા, મેયર મનહરભાઇ મોરી તથા બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, ડાયરેકટરશ્રીઓ, સનતભાઇ મોદી અને જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પદાધિકારીશ્રીઓ, નગર સેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તથા સદસ્યશ્રીઓ, શહેર જીલ્લા સંતો-મહંતો, શહેરના ઉદ્યોગપતિશ્રીઓ, સમાજના વિવિધ સંસ્થાના આગેવાનો  શ્રેષ્ઠીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી ટીમ મંડળ અધ્યક્ષ અને ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. (૮.૪)

 

(3:05 pm IST)