Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરેન્દ્રનગરમાં નિમિતે શોભાયાત્રા : મુસ્લિમ સમાજ સન્માનશે

દ્વારકેશ હવેલીએથી સંતો-મહંતો પ્રસ્થાન કરાવશે : મટકી ફોડ સહિતના કાર્યક્રમો

વઢવાણ, તા. રર : શહેરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવનાર છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર ખાતે શોભાયાત્રા કાઢવા માટેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે ત્યારે શનિવારના રોજ સવારના ૯ કલાકે સુરેન્દ્રનગર શહેરના દ્વારકેશ હવેલી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે.

શોભાયાત્રામાં મટકા ફોડ કાર્યક્રમ રાસ મંડળીઓ પણ જોડાનાર હોવાની માહિતી હાલમાં સુરેન્દ્રનગર મેકસન ગ્રુપના કન્વીર અને રામ ભોજનાલયના સંચાલક કોમલબેન કલ્પેશભાઇ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે.

ત્યારે શોભાયાત્રા પ્રસ્થાન સમયે શહેરના જાહેર માર્ગો ઉપર ભાવિકો દ્વારા પાણી સરબત ચા-નાસ્તા સહિતની સવલતો પણ હાથ ધરાશે.

શેઠ એન.ટી.એમ ખાતે શોભાયાત્રાનું આવનાર છે ત્યારે જયેશભાઇ શુકલ, રાજુભાઇ હાલાણી, રાજુભાઇ ઉપાધ્યાય, પ્રવિણસિંહ ઝાલા, પવનદેવસિંહ રાણા, વિહિપના કાર્યકર્તાઓ તેમજ જન્માષ્ટમીના મોહત્સવ સમિતિના ખાસ અધ્યક્ષ કોમલબેન કલ્પેશભાઇ પટેલ મેકસન ગ્રુપ શ્રીરામ ભોજનાલય વાળા રહેલા  છે.

નિરવસિંહ પરમાર,  અશોકસિંહ (બકાલાલ) પરમાર ચેરમેન નગર પાલિકા રવિરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ગોહિલ, દિપકભાઇ આસ્વાણી, પ્રકાશભાઇ વરમોરા, મહેન્દ્રભાઇ પટેલ, શ્રીમતિ માધવીબેન શાહ વગેરેના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે.

ટાવર ચોકમાં જયારે જન્માષ્ટમીની શોભાયાત્રા પ્રસ્થાન થાય છે ત્યારે છેલ્લા ઘણા જ વર્ષોથી આ મુસ્લીમ વિસ્તારમાં જયારે શોભાયાત્રા પ્રસ્થાન થાય છે ત્યારે મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ખાસ કરીને શોભાયાત્રાના રથને ફુલહાર કરી મીઠાઇ વહેંચી કોમી એકતાનું એક ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે.

(1:11 pm IST)