Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શ્રી હિન્દુ મોક્ષ મંદિર ગાંધીનગર, તથા આર.એસ.એસના સયુકત ઉપક્રમે જામનગરમાં વૃક્ષારોપણ

જામનગર,તા.૨૨: હિન્દુ મોક્ષ મંદિર સમિતિ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સરદાર પ્રભાત શાખા તથા દતાત્રેય પ્રભાત શાખાના સંયુકત ઉપક્રમે હિન્દુ મોક્ષ સમિતિ સંચાલિત હિન્દુ સાર્વજનિક સ્માશન બાજુમાં પીપળો, જાંબુ, પીપર, ઉંબરો, વડલો, કરંજ, બોરસલી વગેરે પચાસ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીપળાના પવિત્ર વૃક્ષનું પવિત્ર શ્રાવણ માસ તથા ભાદરવાના પિતૃમાસમાં પૂજન કરવામાં આવે છે. ત્યારે આજે રોપેલ વૃક્ષને આર.એસ.એસના સ્વયંસેવકોએ એમ વર્ષ સુધી તેમના ઘરે પીપળાના રોપ વાવી એક વર્ષ સુધી પીપળાનું પૂજન અને માવજત કરી હતી. ત્યારબાદ આજે અહીં તે રોપાઓનું જમીનમાં રોપણ કર્યુ હતું.

આમ માત્ર અમુક દિવસે જ નહીં પણ સમગ્ર વર્ષ દરમ્યાન વૃક્ષ પૂજન કરી વૃક્ષનું મહત્વ સમજાવવા પ્રયાસ થયેલ. આ કાર્યક્રમમાં હિન્દુ મોક્ષ મંદિર સમિતિના હોદેદારો કનકસિંહ જાડેજા(પ્રમુઅ), ગીરીશભાઇ ગણાત્રા (કોષધ્યક્ષ), મહેન્દ્રભાઇ પટેલ તથા પરેશભાઇ વાઘાણી (ટ્રસ્ટી) તેમજ આર.એસ.એસના જી.બી.સિંઘ(નગર સંઘચાલક),  અધિવકતા દિનેશભાઇ વ્યાસ, વૈધ અજયસિંહ જાડેજા, કાર્યવાહ -દતાત્રેય પ્રભાત શાખા) સંજયભાઇ જોશી, (કાયવાહ-સરદાર પ્રભાત શાખા), રાજીભાઇ જોશી, અધિવકતા કૃણાલભાઇ જોશી, સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ તેમની સેવા આપી હતી, વૃક્ષો માટે ઉમેશભાઇ થાનકીનો વિશેષ સહયોગ મળ્યો હતો.

(1:11 pm IST)