Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જેતપુરમાં બે મહિના પૂર્વે અડધા લાખની ચોરી કરનાર રાજકોટનો સલીમ પકડાયો

સલીમ અને કેતન અમલાણી છૂટઆપવાનો બહાને નજર ચુકવી રોકડની ઉઠાંતરી કરેલીઃરૂરલ એલસીબીએ ભેદ ઉકેર્લ્યો

રાજકોટ,તા.૨૨:જેતપુરમાં બે મહિના પૂર્વે અડધા લાખની રોકડની ચોરી બનાવનો રૂરલ ક્રાઇમ બ્રાંચે તે ઉકેલી રાજકોટના એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બીજા શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.

 

ગત ૨૧/૬નાં રોજ જેતપુર, નવાગઢ ખાટકીવાસ કાંટાના વાડની પાસેની કરીયાણાની દુકાને બે અજાણ્યા ઇસમો દુકાને જઇ ચીજવસ્તુની ખરીદી કરી રૂ. ૨૦૦૦ના દરની નોટોના બદલે રૂ.૫૦૦/-ના દરની નોટોના રૂ.૫૦,૦૦૦/- ફીજ ઉપર રાખતા આરોપીઓ ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલનો બનાવ બનેલ હતો.આ બનાવનો ભેદ ઉકેલવા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ સુચના આપતા એલ.સી.બી. રાજકોટ  ગ્રામ્યના પોલીસ ઇન્સ એમ.એન રાણા તથા પો. સબ. ઇન્સ. શ્રી એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. પો.હેડ.કોન્સ અનીલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ.દિવ્યેશભાઇ સુવા મળેલ હકિકત આધારે (૧) સલીમ ગજુમીયા કાદરી ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-રાજકોટ , કાલાવાડ રોડ , વામ્બે આવાસ યોજના બ્લોક નં.૩૭ કવાર્ટર નં.૧૩ને ઝડપી  લીધો હતો.જ્યારે આ ચોરીમાં સામેલ કેતન ઉર્ફે રાજુ મનસુખભાઇ અમલાણી, લોહાણા રહે-રાજકોટ રૈયા રોડ આલાપગ્રીન સીટી આર.એમ.સી.કવાર્ટરની શોધખોળ હાથ ધરાઇ છે.

રૂરલ એલસીબીએ રોકડ રકમ રૂ.૨૫,૦૦૦/- તથાએકટીવા મો.સા. કિ.રૂ. ૩૫પ૦૦૦/-  એક મોબાઇલ ફોન કિં રૂ.૫૦૦/-મળી કુલ રૂ. ૬૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી સલીમને જેતપુર પોલીસને હવાલે કર્યો હતો.

આ કામગીરીના હેડ.કોન્સ.મહિપાલસિંહ જાડેજા, પો.હેડ. કોન્સ.બ્રિજરાજસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી,રમેશભાઇ બોદર,રવીભાઇ બારડ પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા મેહુલભાઇ સોનારાજ, ભીખુભાઇ ગોહેલ  રોકાયા હતા.

(1:10 pm IST)