Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

માળીયા મિંયાણાના વેજલપર ગામે સમાધાન અંગે બે પક્ષો વચ્ચે છરી, કુહાડી અને લાકડીઓ ઉડી

બંને પક્ષે ત્રણ વ્યકિતઓને ઇજાઃ પોલીસમાં સામસામી ફરીયાદ

મોરબી, તા.૨૨: માળિયામિંયાણા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે બાબતે બંને પક્ષોએ માળિયા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

માળિયાના વેજલપર ગામે રહેતા કિશોરભાઈ સોમાભાઈ ઉપાસરીયા તથા  સુરેશભાઈ બાબુભાઈ ગડેસીયા, બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયા, હરેશભાઈ બાબુભાઈ ગડેસીયા એ માર માર્યા અંગેનો માળિયા કોર્ટમાં કેશ ચાલતો હોય જેથી આરોપીઓ ફરિયાદી કીશોરભાઈને ઉપરોકત કેશમાં સમાધાન કરવાનું કહેતા ફરિયાદી કિશોરભાઈએ ના પાડતા આરોપી સુરેશભાઈએ ફરિયાદી કિશોરભાઈ તથા સાહેદોને ગાળો આપી કેરોસીનનું ડબલું લાવી ફરિયાદી કિશોરભાઈને સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી બાબુભાઈ અને હરેશભાઈએ હાથમાં લાકડી તથા કુહાડી જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી કિશોરભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કિશોરભાઈએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

તો સામાપક્ષે બાબુ વિઠલભાઈ ગડેસીયાએ આરોપી કિશોરભાઈ સોમાભાઈ કોળી સાથે સામસામી ફરિયાદી થયેલ જે માળિયા કોર્ટમાં ચાલુ હોય જેનું ફરિયાદી સમાધાન કરવાનું કહેતા આરોપી કિશોરભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપીઙ્ગ આરોપી અશોકભાઈ સોમાભાઈ કોળીએ પાઈપ વતી મારતા માથામાં મૂઢ ઈજા થયેલ તેમજ આરોપી જયંતિભાઈ સોમાભાઈ કોળીએ છરી વતી દ્યા કરતા માથામાં ઈજા પહોચાડી આરોપી અમરશીભાઈ ભગવાનભાઈ કોળી એ લાકડી વતી ફરિયાદી બાબુ ગડેસીયાને પીઠ ના ભાગે માર મારતા અને પાછળથી આરોપી બાબુભાઈ ચકુભાઈ કોળી, રોમાબેન કિશોરભાઈ કોળી અને સમુબેન બાબુભાઈ કોળીએ લાકડી વતી ફરિયાદી બાબુભાઈને લાકડી વતી માર મારી સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયાએ નોંધાવી છે માળિયા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)