Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગોંડલમાં કબુતર ચરકતા પાડોશીઓ વચ્ચે ડખ્ખોઃ વૃધ્ધા પર ધોકાથી હૂમલો

રાજકોટ તા. રર :.. ગોંડલમાં ફળીયામાં કબુતર ચરકતા પાડોશીઓ વચ્ચે થયેલ ઝઘડામાં પટેલ વૃધ્ધા પર ત્રણ શખ્સોએ ધોકાથી હૂમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભોજરાજપરા જૈન સંસ્કાર વિદ્યાલયથી આગળ અનીલ સાબુની બાજુમાં રહેતા અમૃતબેન મનસુખભાઇ ગોંડલીયા પટેલ (ઉ.૬પ) ને બાજુમાં જ રહેતા લાભુબેન ઘોઘાભાઇ વાગડીયા, રેણુકાબેન અશ્વીનભાઇ વાગડીયા તથા વીંકી અશ્વિનભાઇ વાગડીયાએ હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું.  પડોશી વીંકીએ કબુતર પાળેલ હોય અને ઇજાગ્રસ્ત વૃધ્ધાના રવેશ તથા ફળીયામાં કબુતર ચરકતા પટેલ વૃધ્ધા પડોશીને કહેવા જતા ત્રણેયએ હૂમલો કર્યો હતો. આ અંગે ઉકત ત્રણેય સામે ફરીયાદ થતા ગોંડલ સીટી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)